31 ડિસેમ્બરની ઉજવણીમાં કર્યું આ કામ તો સમજો ગયા! Surat પોલીસે કરી ખાસ તૈયારી
- 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા સુરત SOG ની સ્પેશિયલ ડ્રાઇવ! (Surat)
- સુરત પોલીસે ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કર્યું
- ડ્રગ્સ લેનારા એક મિનિટની અંદર જ ઝડપાય જશે, તેવું મશીન
સુરતમાં (Surat) 31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી પોલીસે સ્પેશિયલ ડ્રાઇવની તૈયારીઓ શરૂ કરી છે, જે હેઠળ સુરત પોલીસ (Surat Police) દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. યુનિટ દ્વારા 15 લાખનું વિશેષ મશીન લાવવામાં આવ્યું છે. આ મશીન થકી ડ્રગ્સ લેનારા વ્યક્તિની માત્ર એક મિનિટની અંદર જ ખબર પડી જશે. સુરત પોલીસ 25 થી 31 ડિસેમ્બર સુધી ડ્રાઇવ યોજશે.
આ પણ વાંચો - Ankleshwar ઔદ્યોગિક વસાહતની કંપનીમાં લાગી ભચંકર આગ, 4 લોકોનાં મોત
સુરત પોલીસે રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કર્યું
નવા વર્ષનાં વધામણા કરવા માટે લોકો દ્વારા વર્ષનાં અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરે અલગ અલગ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જો કે, કેટલાક લોકો આ દિવસે માદક દ્રવ્યોનું સેવન કરે છે. આથી, થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાને રાખી સુરત પોલીસે સ્પેશિયલ ડ્રાઇવની તૈયારીઓ શરૂ કરી છે. સુરત પોલીસ (Surat Police) દ્વારા 25 થી 31 ડિસેમ્બર સુધી આ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે. ડ્રાઇવ દરમિયાન માદક દ્રવ્યોનાં સેવન કરનાર ઇસમોની પોલીસ ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરશે. માહિતી અનુસાર, આ વખતે સુરત પોલીસે 31 st ડિસેમ્બરની ઉજવણી પહેલા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ (Anti-Narcotics Unit) શરૂ કર્યું છે. યુનિટ દ્વારા 15 લાખનું વિશેષ મશીન લાવવામાં આવ્યું છે, જે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે.
Surat: 31 December પેહલા Surat SOG Police ની Special Drive | Gujarat First
-31 December પેહલા Surat SOG Police ની Special Drive
-Rave Parties માં Drugs લેનાર Within a Minute ની અંદર જ ઝડપાઈ જશે
-Surat Police દ્વારા Gujaratનું First Anti-Narcotics Unit શરૂ કરવામાં આવ્યું છે
-Unit… pic.twitter.com/g5pBEN49r3— Gujarat First (@GujaratFirst) December 3, 2024
આ પણ વાંચો - BZ Group Scam : મંત્રી ભીખુસિંહ પરમારે બોલવાનું ટાળ્યું, કહ્યું- અમારા પ્રવક્તાએ..!
ડ્રગ્સ લેતા અને રેવ પાર્ટી યોજતા લોકોને ચેતવણી!
માહિતી અનુસાર, આ મશીન થકી જે પણ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું હશે તેની માત્ર એક મિનિટમાં જાણ થઈ જશે. 26 થી 31 ડિસેમ્બર દરમિયાન, સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ SOG ની અલગ-અલગ ટીમ દ્વારા ડ્રગ્સનો નશો કરતા તત્ત્વોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાશે. શહેરનાં ડુમસ (Dumas) સ્થિત સાયલન્ટ ઝોનમાં આવેલા અલગ-અલગ ફાર્મ હાઉસમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાશે. તમામ માહિતી એકત્ર કરવાની દિશામાં SOG દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Khyati Hospital Scam : ફરાર ડાયરેક્ટરે આગોતરા જામીન અરજીમાં કર્યો મોટો દાવો! આ દિવસે કોર્ટનો ચુકાદો!


