હમાસ કમાંડરની ધમકી, આખુ વિશ્વ અમારા કાયદાથી ચાલશે
ઈઝરાયેલ (Israel) અને પેલેસ્ટાઈન (Palestine) વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો છે. બંને પક્ષો સતત એકબીજા સામે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. આ દરમિયાન હમાસ (Hamas ) કમાન્ડર મહમૂદ અલ-ઝાહરનો એક સંદેશ સામે આવ્યો છે. જેમાં તે વૈશ્વિક વર્ચસ્વ માટે તેના જૂથની મહત્વાકાંક્ષાઓ વિશે વાત કરતા જોઈ શકાય છે.
તેમનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વ પર પોતાનો પ્રભાવ વધારવાનો છે
હમાસ કમાન્ડરે કહ્યું છે કે આખું વિશ્વ તેના શાસન અને તેના કાયદા હેઠળ રહેશે અને કોઈ યહૂદી અથવા ખ્રિસ્તી દેશદ્રોહીને છોડવામાં આવશે નહીં. મહમૂદ અલ-ઝાહરે વધુમાં કહ્યું છે કે હમાસ માત્ર પેલેસ્ટાઈનને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આઝાદ કરશે. હમાસ કમાન્ડર મહમૂદ અલ-ઝહરનો એક મિનિટનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહેતા જોવા મળી રહ્યો છે કે ઈઝરાયેલ માત્ર શરૂઆતી લક્ષ્ય છે, તેમનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વ પર પોતાનો પ્રભાવ વધારવાનો છે.
આખી દુનિયા આપણા કાયદા હેઠળ રહેશેઃ હમાસ કમાન્ડર
હમાસ કમાન્ડરે કહ્યું છે કે, "ઈઝરાયેલ માત્ર પહેલું લક્ષ્ય છે, સમગ્ર વિશ્વ આપણા કાયદા હેઠળ રહેશે. પૃથ્વીનો આખો 510 મિલિયન ચોરસ કિલોમીટર એક એવી વ્યવસ્થા હેઠળ આવશે જ્યાં કોઈ અન્યાય નહીં હોય, કોઈ જુલમ નહીં હોય, અને ત્યાં રહેશે. બધા આરબ દેશો, લેબનોન, સીરિયા, ઇરાક અને અન્ય દેશોમાં પેલેસ્ટિનિયનો અને આરબો વિરુદ્ધ આચરવામાં આવી રહેલી હત્યાઓ અને ગુનાઓ હવે નહીં થાય."
નેતન્યાહુએ હમાસને ISIS કરતા પણ ખરાબ ગણાવ્યું
ઉલ્લેખનીય છે કે હમાસના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે કહ્યું હતું કે હમાસના તમામ લડવૈયાઓનું મૃત્યુ નિશ્ચિત છે. "હમાસ Daesh (ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ) જેવું છે, અમે તેનો નાશ કરીશું જેમ વિશ્વએ Daeshનો નાશ કર્યો," તેમણે કહ્યું. આ પહેલા બુધવારે ઈઝરાયેલની સેનાએ કહ્યું હતું કે શનિવારના હુમલામાં અત્યાર સુધીમાં 1200 લોકોના મોત થયા છે અને 2700થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે જ ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ હુમલામાં મૃત્યુઆંક વધીને 1055 થઈ ગયો છે.
આ પણ વાંચો---ISRAEL HAMAS WAR : ISRAEL ના પ્રવાસે આવેલા UK ના વિદેશ મંત્રી સાયરન વાગતા જ કર્યું કંઇક આવું… VIDEO