નિમિષા પ્રિયાને વહેલી ફાંસી આપો, મૃતક તલાલ મહદીના પરિવારની માંગ
- ભારતની નિમિષા પ્રિયાની મુશ્કેલી વધી
- મૃત્યુદંડની સજા માટે નવી તારીખ માંગવામાં આવી
- તલાલની હત્યા કરવાનો આરોપ છે નિમિષા પ્રિયા પર
ભારત નિમિષા પ્રિયા (Nimisha Priya) ને યમનની કોર્ટે (Yemen court) યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા (Talal Abdo Mahdi)ના આરોપમાં દોષિત ઠેરવી હતી અને ફાંસીની સજા સંભળાવી હતી. આ હત્યા કેસમાં નિમિષા પ્રિયાની સજા-એ-મોતની સજાને આગામી તારીખ જાહેર ન થાય ત્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. પરતું હવે આ કેસમાં તલાલ અબ્દો મહદીના ભાઇ અબ્દુલ ફતેહે કોર્ટને પત્ર લખીને વહેલી તકે ભાઇની હત્યાના કેસમાં પ્રિયાને ફાંસી આપવાની માંગણી કરી છે. યમનની કોર્ટે નિમિષા પ્રિયાને પહેલા 16 જુલાઇએ ફાંસી આપવાનો ચુકાદો આપ્યો હતો પરતું મૃત્યુદંડની નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી મુલતવી રાખી હતી.
નિમિષા પ્રિયાની મુશ્કલી વધી
નોંધનીય છે કે નિમિષા પ્રિયા (Nimisha Priya)ની મુશ્કેલી વધી ગઇ છે, કારણ કે હવે તલાલના હત્યાના (Talal Abdo Mahdi ) આરોપમાં તેના ભાઇએ નિમિષા પ્રિયાને મૃત્યુદંડની સજા વહેલી તકે આપવામાં આવે તેની માંગણી કરી છે. એક અહેવાલ મુજબ ફતેહે યમનના એટર્ની જનરલ જજ અબ્દુલ સલામ અલ હુથીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે નિમિષાને તાત્કાલિક મૃત્યુદંડની માંગ કરી છે. હત્યાના વિકલ્પમાં બલ્ડ ફોર મની સહિતના તમામ સમાધાન કરવાનો પરિવારે સખત ઇનકાર કર્યો છે.પરિવારે વહેલી તકે હત્યાની આરોપી નિમિષા પ્રિયાને ફાંસીની સજા આપવામાં આવે.
Hope dimming for Indian nurse Nimisha Priya, who is on death row in Yemen, for murdering a Yemeni national(who abused her)
Priya's July 16th execution date was postponed indefinitely.
Now, victim's family has written to Yemeni authorities requesting for a new execution date. pic.twitter.com/ZTOFqxdVv1— Sidharth.M.P (@sdhrthmp) August 4, 2025
મૃતકના ભાઇ ફતેહે વહેલી તકે ફાંસી આપવાની કરી માંગણી
ઉલ્લેખનીય છે કે ફતેહ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં મૃત્યુદંડની સજા માટે નવી તારીખ માંગવામાં આવી હતી. પત્ર દ્વારા તેમણે ભારતીય મીડિયામાં ચાલી રહેલા સમાચારો સામે પણ વાંધો ઉઠાવ્યો હતો, જેમાં સંભવિત સમાધાનની વાત કરવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે, તલાલની હત્યા માટે બ્લડ ફોર મની નહીં લેવાય. તેમણે પરિવાર વતી કોઈપણ પ્રકારના સમાધાનને પણ નકારી કાઢ્યું હતું.
શું છે સમગ્ર મામલો
નિમિષા પ્રિયા પર વર્ષ 2018માં તલાલની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતની કેરળની નિમિષાએ ક્લિનિક ખોલવાના પ્રયાસમાં તલાલ સાથે ભાગીદારી કરી હતી, પરંતુ બાદમાં બંને વચ્ચેના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. અહેવાલ છે કે તલાલે નિમિષાનો પાસપોર્ટ રાખ્યો હતો અને તેને મેળવવાના પ્રયાસમાં નિમિષા તેને બેભાન કરવા માંગતી હતી, તેણે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન તલાલને આપ્યો હતો પરતું ઓવરડોઝના લીધે તલાલનું મૃત્યુ નિપજ્યું હતું. યમનની કોર્ટે નિમિષા પ્રિયાના કેસાં દોષિત ઠેરવી હતી.
આ પણ વાંચો- શિયામાં ભયંકર ભૂકંપથી ફાટ્યો 600 વર્ષ જૂનો જ્વાળામુખી, જૂઓ Videoમાં ભયાનકતા


