Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાર્દિક પંડ્યાની ફિફ્ટી બેકાર ગઇ, દિલ્હીએ ગુજરાત 5 રનથી હરાવ્યું

IPLની 16મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે રોમાંચક રીતે 131 રનનો બચાવ કરતા તેને 10 રનથી હરાવ્યું. આ મેચમાં ગુજરાતની ટીમને છેલ્લી 2 ઓવરમાં 32 રનની જરૂર હતી. આ પછી રાહુલ તેવટિયાના સતત 3 સિક્સરની મદદથી...
હાર્દિક પંડ્યાની  ફિફ્ટી બેકાર ગઇ  દિલ્હીએ ગુજરાત 5 રનથી હરાવ્યું
Advertisement

IPLની 16મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે રોમાંચક રીતે 131 રનનો બચાવ કરતા તેને 10 રનથી હરાવ્યું. આ મેચમાં ગુજરાતની ટીમને છેલ્લી 2 ઓવરમાં 32 રનની જરૂર હતી. આ પછી રાહુલ તેવટિયાના સતત 3 સિક્સરની મદદથી ટીમે 19મી ઓવરમાં 21 રન બનાવ્યા અને ટીમને જીતની ખૂબ નજીક પહોંચાડી દીધી. દિલ્હી તરફથી ઇનિંગ્સની છેલ્લી ઓવર માટે આવેલા ઇશાંત શર્માને 12 રન બચાવવા પડ્યા હતા અને તેણે 6 બોલમાં માત્ર 6 રન આપ્યા હતા અને 1 વિકેટ મેળવી હતી અને ટીમને 5 રનથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ડેવિડ મિલરને કુલદીપે પોતાનો શિકાર બનાવ્યો

Advertisement

ગુજરાત ટાઇટન્સને 32ના સ્કોર પર ચોથો મોટો ફટકો ડેવિડ મિલરના રૂપમાં લાગ્યો હતો, જેને કુલદીપ યાદવે શૂન્યના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. આ પછી ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ અભિનવ મનોહર સાથે મળીને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે શરૂઆત કરી હતી. બંનેએ મળીને 10 ઓવરના અંતે સ્કોર 49 રન સુધી પહોંચાડ્યો હતો.

Advertisement

હાર્દિકે તેની અડધી સદી પૂરી કરી
હાર્દિક પંડ્યાએ અભિનવ મનોહર સાથે મળીને આ મેચમાં ગુજરાત ટાઇટન્સને જીતાડવા માટે સતત કામ કર્યું હતું. આ સાથે 15 ઓવરના અંતે સ્કોર 4 વિકેટના નુકસાને 79 રન સુધી પહોંચ્યો હતો. આ પછી જ્યારે દિલ્હીની ટીમને છેલ્લી 3 ઓવરમાં 37 રનની જરૂર હતી ત્યારે અભિનવ મનોહર 26 રન બનાવીને ખલીલ અહેમદનો શિકાર બન્યો હતો. હાર્દિક અને અભિનવ વચ્ચે 5મી વિકેટ માટે 63 બોલમાં 62 રનની ભાગીદારી જોવા મળી હતી.

ગુજરાતની ટીમને છેલ્લી 2 ઓવરમાં 32 રનની જરૂર હતી. આ પછી, ગુજરાતની ટીમે 19મી ઓવરમાં 21 રન બનાવ્યા અને મેચને સંપૂર્ણપણે પોતાના પક્ષમાં ફેરવવાનું કામ કર્યું. આ ઓવરમાં રાહુલ તેવટિયાના બેટમાં સતત 3 સિક્સ જોવા મળી હતી. આ પછી ગુજરાતને છેલ્લી ઓવરમાં 12 રનની જરૂર હતી. ઈશાંત શર્માની આ ઓવરમાં ગુજરાતની ટીમ માત્ર 6 રન જ બનાવી શકી હતી અને તેને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ  વાંચો- ગૌતમ ગંભીર સાથે ઝઘડા બાદ કોહલીની સામે આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×