વજુભાઈ ડોડીયાના નિધન પર કોમેન્ટ વિવાદ અંગે Hardik Patel નો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
- વિરમગામમાં રાજકારણ ગરમાયું : Hardik Patel ની શ્રદ્ધાંજલિ પોસ્ટમાં છેડછાડનો આરોપ
- જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરના નિધન પર વિવાદ : હાર્દિક પટેલની પોસ્ટમાં વિરોધીઓએ કર્યો ફેરફાર
- વજુભાઈ ડોડીયાના નિધન પર હાર્દિક પટેલનો દાવો : "મેં શ્રદ્ધાંજલિ આપી, વિરોધીઓએ છેડછાડ કરીને રાજકારણ કર્યું
Hardik Patel પોસ્ટ વિવાદ : વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાના મૃત્યુ પછી અચાનક એક નવો જ વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલની એક પોસ્ટને લઈને ઉભો થયો હતો. આ પોસ્ટમાં ગેરવાજબી કોમેન્ટ કરી હોવાની વાત સામે આવી હતી. જોકે, હવે આ અંગે હાર્દિક પટેલે પોતે ખુલાસો કર્યો છે કે તેમને આવી કોઈ જ પોસ્ટ કરી નથી. તેમને વધુમાં કહ્યું કે, મેં વજુભાઈ ડોડિયાના મોત પછી સોશિયલ મીડિયા પર શોકની લાગણી વ્યક્ત કરતી પોસ્ટ કરી છે અને તે બધા જોઈ પણ શકે છે. હાર્દિક પટેલે આરોપ લગાવતા કહ્યું કે, મને બદનામ કરવા માટે મારા દુશ્મનો ષડયંત્ર રચી રહ્યા છે.
વાત જાણે તેમ છે કે, ગુજરાતના વિરમગામ જિલ્લામાં પૂર્વ MLA અને સહકારી અગ્રણી વજુભાઈ ડોડીયાના આચાનક નિધન પર શોકની લાગણી વચ્ચે ભાજપના વર્તમાન MLA હાર્દિક પટેલના નામે વાયરલ થયેલી ગેરવાજબી પોસ્ટ કરી હોવાના સમાચાર સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં "જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરનું મૃત્યુ થાય તો કેટલા સમયમાં એ જગ્યા ભરવાની જોગવાઈ છે?" જેવી કોમેન્ટને કારણે હાર્દિક પર તીખી ટીકા પણ થવા લાગી હતી.
પરંતુ આ વચ્ચે હાર્દિક પટેલે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું છે કે, તેઓ પોતે વજુંભાઈ ડોડીયાના નિધનથી દુખી છે. તેમણે કહ્યું છે કે, પોસ્ટમાં વિરોધીઓએ છેડછાડ કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે વજુભાઈના નિધન પર શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી હતી, અને તેમાં કોઈ બદલાવો નથી કર્યો. આ વિવાદથી વિરમગામનું રાજકારણ ગરમાવા લાગ્યું છે, અને સોશિયલ મીડિયા પર તીખી ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો- Surat : સ્વામીનારાયણ ભગવાનની 201 વર્ષથી વધારે પૌરાણિક પાઘના દર્શન, પારસી પરિવારના ઘરે હરિભક્તોની લાઈનો
વજુભાઈ ડોડીયા (ઉં. 68), જે પૂર્વમાં કોંગ્રેસના MLA રહ્યા અને વિરમગામ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર તરીકે લાંબા સમયથી સક્રિય હતા, તેમનું તાજેતરમાં હૃદયરોગને કારણે અવસાન થયું. તેમના અવસાનના સમાચાર વિસ્તારમાં ફેલાયા પછી હાર્દિક પટેલે તેમના ફેસબુક પરથી શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી, જેમાં તેમણે વજુભાઈના યોગદાનની પ્રશંસા કરી. પરંતુ, આ પોસ્ટમાં કથિત રીતે "બેંકના ડિરેક્ટરના મૃત્યુ બાદ કેટલા સમયમાં જગ્યા ભરાય છે?" જેવી કોમેન્ટ ઉમેરાઈને વાયરલ થઈ જેને કારણે હાર્દિક પર 'ગંદી રાજનીતિ'ના આરોપો લાગવા લાગ્યા હતા. લોકો જ્યારે 'ઓમ શાંતિ' લખીને શોક વ્યક્ત કરતા હતા, ત્યારે આ કોમેન્ટે લોકોને વિચારમાં મુકી દીધા અને વિરમગામમાં રાજકારણમાં તીખી ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
Hardik Patel | વિરમગામના સહકારી અગ્રણીના નિધનની પોસ્ટમાં કોમેન્ટને લઇ સર્જાયું ઘમાસાણ | Gujarat First
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના નામે થયેલી કોમેન્ટને લઇ વિવાદ
પૂર્વ MLA અને સહકારી અગ્રણી વજુભાઈ ડોડિયાના નિધનથી હતી પોસ્ટ
હાર્દિક પટેલે સમગ્ર મુદ્દે કર્યો મોટો ખુલાસો
આ પોસ્ટમાં… pic.twitter.com/lcX5icAvBf— Gujarat First (@GujaratFirst) October 23, 2025
આ અંગે હવે હાર્દિક પટેલે મોટો ખુલાસો કરતા કહ્યું કે, "મારા હિતશત્રુઓએ મને બદનામ કરવા માટે આ પોસ્ટમાં છેડછાડ કરીને વાયરલ કરી છે. મેં વજુભાઈ ડોડીયાના નિધન પર શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી છે, અને તેમાં કોઈ બીજું કંઈ લખ્યું નથી. મારા વિરોધીઓએ આ કૃત્ય કરીને અગ્રણીના નિધન પર રાજકારણ કરવાનો પ્રયાસ કર્યો છે." તેમણે તેમની ઓરિજિનલ પોસ્ટના સ્ક્રીનશોટ્સ શેર કરીને જણાવ્યું કે, "મને દુઃખ છે કે વજુભાઈના નિધનના દુઃખમાં પણ કેટલાક લોકો રાજકારણ કરવા માટે આવા હેતુઓ અપનાવે છે. બધા મારી પોસ્ટ જોઈ શકે છે." આ ખુલાસાથી વિરમગામમાં રાજકારણ ગરમાવા લાગ્યું છે, અને કોંગ્રેસ-ભાજપ વચ્ચે તીખી ટીકા-અટકાઈ શરૂ થઈ.
આ પણ વાંચો- Amit Shah : 805 કરોડનાં ખર્ચે તૈયાર થનારા 28 કિમી હાઈવેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત


