ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Harni Motnath lake: હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ, આ રહ્યું લિસ્ટ

Harni Motnath lake: વડોદરામાં કાલે હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા હતા. આ કરુણ ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે...
08:20 AM Jan 19, 2024 IST | VIMAL PRAJAPATI
Harni Motnath lake: વડોદરામાં કાલે હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા હતા. આ કરુણ ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે...
Harni Motnath lake

Harni Motnath lake: વડોદરામાં કાલે હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા હતા. આ કરુણ ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતાં. જેના ભાગરૂપે અત્યારે 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે. પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા. જેથી પોલીસ અત્યારે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.

આ કલમો હેઠળ દાખલ થયો ગુનો

હરણી પોલીસ મથકે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી તથા નિષ્કાળજીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ઇ.પી.કો.કલમ 304, 308, 337, 338,114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દુર્ધટનામાં 12 બાળકો, બે શિક્ષિકાઓ ના મોત હતાં.વાલીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે.

 

સંચાલકોની બેદરકારી સામે આવતા ગુનો દાખલ થયો

નોંધનીય છે કે, આ બોટીંગ રાઈડમાં જોખમી રીતે વધુ સંખ્યામાં બાળકો તથા શિક્ષિકાઓને બેસાડ્યા હતાં. આ બોટમાં સમારકામ, મેન્ટનન્સ, લાઇફ જેકેટ, સેફટીના સાધનો તથા અન્ય સુરક્ષાના સાધનો જેવા કે બોયા,રીંગ,દોરડા તેમજ જરૂરી સુચના જાહેરાત બોર્ડ નહીં લગાડી હોવાની બેદરકારી દાખવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. અવું લાગે છે કે, મોરબી જેવી ધટનાનું ફરી પુનરાવર્તન થયું છે. આખરે સંચાલકો કોઈની જિંદગી મામલે આટલા બેદરકાર કઈ રીતે હોઈ શકે?

મેસર્સ કોટીયા પ્રોજેકટના આ સંચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ થયો

01. બીનીત કોટીયા (ઉ.વ.૩૨ રહે.૧૦, નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા)
02. હિતેષ કોટીયા (ઉ.વ.૫૫ રહે. ૧૦,નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા)
03. ગોપાલદાસ શાહ (ઉ.વ.૫૮ રહે.પી/૩ વૈકુઠ ફલેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા)
04. વત્સલ શાહ (ઉ.વ.૨૫ રહે એન/૨૦ પાર્વતીનગર સોસાયટી સ્વામીનારાયણ નગર -૪ સામે હરણી રોડ વડોદરા શહેર)
05. દિપેન શાહ (ઉ.વ.૨૪ રહે.૬૪,પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા)
06. ધર્મીલ શાહ (ઉ.વ.૨૭ રહે. ૬૪, પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા)
07. રશ્મિકાંત સી. પ્રજાપતિ (ઉ.વ.૪૬ રહે.૩૮,કર્મવીરવિલા સંતરામ ડેરી રોડ વડોદરા)
08. જતીનકુમાર હરીલાલ દોશી (ઉ.વ.૬૪ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા )
09. નેહા ડી.દોશી (ઉ.વ.૩૦ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા)
10. તેજલ આશિષકુમાર દોશી (ઉ.વ.૪૬ રહે. ૨૪, વ્રજવિહાર સોસાયટી એરપોર્ટ, હરણી રોડ વડોદરા )
11. ભીમસિંગ કુડિયારામ યાદવ (ઉ.વ.૩૬ રહે.બી/૧૪ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગરઆજવારોડ વડોદરા)
12. વૈદપ્રકાશ યાદવ (ઉ.વ.૫૦ રહે.એ/૩ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગર, આજવારોડ વડોદરા)
13. ધર્મીન ભટાણી (ઉ.વ.૩૪ રહે.૩૪,અંબે સોસાયટી સનસાઇન હોસ્પિટલ,દિવાળીપુરા વડોદરા)
14. નુતનબેન પી.શાહ (ઉ.વ.૪૮ રહે.એન/૨૦, પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર- ૪,હરણી રોડ વડોદરા)
15. વૈશાખીબેન પી.શાહ (ઉ.વ.૨૨ પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર-૪,હરણી રોડ વડોદરા)
16. મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી
17. બોટ ઓપરેટર નયન ગોહિલ
18. બોટ ઓપરેટર અંકિત નામનો માણસ

આ પણ વાંચો: HARANI NEWS: હરણી હત્યાકાંડ પર વિપક્ષના તંત્ર પર ધારદાર પ્રહારો

Tags :
AccidentBarodaGujarati NewsVadodaraVadodara News
Next Article