ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chaitar Vasava : 'લાફાકાંડ' માં ધારાસભ્ય ચૈતર વસાવાની સતત વધી રહી છે મુશ્કેલી!

5 જુલાઈથી જેલમાં કેદ ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં (Gujarat High Court) જામીન અરજી કરી છે.
07:21 PM Aug 05, 2025 IST | Vipul Sen
5 જુલાઈથી જેલમાં કેદ ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં (Gujarat High Court) જામીન અરજી કરી છે.
Chaitar Vasava_Gujarat_first
  1. આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ જેલમાં જ રહેવું પડશે (Chaitar Vasava)
  2. લાફાકાંડમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ રાહત નહીં
  3. ચૈતર વસાવાની જામીન અરજી પર HC માં ન થઈ સુનાવણી
  4. 13 ઓગસ્ટે રોજ ચૈતર વસાવાની જામીન અરજી પર થશે સુનાવણી

Ahmedabad : આમ આદમી પાર્ટી નેતા અને ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાને (Chaitar Vasava) મોટા સમાચાર આવ્યા છે. ચૈતર વસાવાને હજું પણ જેલમાં રહેવું પડશે. લાફાકાંડમાં AAP નાં ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ પણ રાહત મળી નથી. ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં (Gujarat High Court) જામીન અરજી કરી છે, જે અંગે કોર્ટેમાં આજે પણ સુનાવણી થઈ નથી. હવે, 13 ઓગસ્ટનાં રોજ ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં કેદ છે.

 આ પણ વાંચો -Rajkot : ભેળસેળયુક્ત ખોરાકની ટેસ્ટિંગ માટેનાં મોંઘાદાટ મશીનો જ ધૂળ ખાતા થયા!

જામીન અરજી પર સુનાવણી ન થતાં રહેવું પડશે જેલમાં

AAP નાં નેતા અને ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાની (Chaitar Vasava) મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. 5 જુલાઈથી જેલમાં કેદ ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં (Gujarat High Court) જામીન અરજી કરી છે. જો કે, તેમની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ન થતાં તેમને હજું પણ જેલમાં જ રહેવું પડશે. માહિતી મુજબ, ચૈતર વસાવાની જામીન અરજી પર 13 ઓગસ્ટે રોજ સુનાવણી થશે. જણાવી દઈએ કે, આ પહેલા મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. આથી, ધારાસભ્યે ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા.

 આ પણ વાંચો -Ram Mokariya : રાજકોટ BJP માં મોટું આંતરિક ઘમાસાણ! રામ મોકરિયાને હવે 'No Entry'!

ડેડીયાપાડા તાલુકા પંચાયતનાં પ્રમુખે ચૈતર વસાવા સામે કરી ફરિયાદ

જણાવી દઈએ કે, 'લાફાકાંડ' માં ધારાસભ્ય સામે ડેડીયાપાડા તાલુકા પંચાયતનાં (Dediapada Taluka Panchayat) પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. ચૈતર વસાવા પર વર્ષ 2023 માં વનકર્મીને માર મારવાનો પણ આરોપ છે.

 આ પણ વાંચો -Bhavnagar : RBSK ની મદદથી ફરિયાદકા ગામનાં બાળકનું હૃદય ફરી ધબકતું થયું

Tags :
Aam Aadmi PartyChaitar VasavadediapadaDediapada Taluka PanchayatGujarat High Courtgujaratfirst newsTop Gujarati NewsTribal Community
Next Article