HDFC BANK ની સ્પષ્ટતાં: મિનિમમ બેલેન્સના નિયમોમાં અંગે કોઈ ફેરફાર નહીં, જૂના નિયમો યથાવત
- HDFC BANK દ્વારા મિનિમમ બેલેન્સ અંગે સ્પષ્ટતાં
- બેંક દ્વારા કોઈ MBAની રકમમાં ફેરફાર કરાયો નથી
- ખાતાઓની વિવિધ કેટેગરી ગ્રાહકોની જરુરિયાત મુજબ તૈયાર કરાઈ
તાજેતરમાં મીડિયામાં એવી અફવાઓ ફેલાઈ હતી કે ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક HDFC બેન્કે બચત ખાતાઓમાં ન્યૂનતમ સરેરાશ માસિક બેલેન્સ (MAB)ની રકમમાં વધારો કર્યો છે. જોકે, બેન્કે આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે તેના કોઈપણ પ્રકારના ખાતા માટે ન્યૂનતમ માસિક બેલેન્સની જરૂરિયાતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બેન્કે તેના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે તેના બચત ખાતાઓની વિવિધ કેટેગરી ગ્રાહકોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી છે અને દરેક કેટેગરી માટે અલગ-અલગ સુવિધાઓ અને નિયમો લાગુ પડે છે.
HDFC Bank
HDFC BANK દ્વારા કરાયેલી સ્પષ્ટતાં
- નિયમિત બચત ખાતું (Regular Savings Account): આ ખાતા માટે ન્યૂનતમ સરેરાશ માસિક બેલેન્સની જરૂરિયાત રૂ.10,000 યથાવત છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.
- સેવિંગ્સ મેક્સ ખાતું (Savings Max Account): આ પ્રીમિયમ ખાતા માટે ન્યૂનતમ સરેરાશ માસિક બેલેન્સની જરૂરિયાત રૂ.25,000 જાળવી રાખવામાં આવી છે.
HDFC BANK સેવિંગ્સ મેક્સ ખાતુ ઓફર કરશે
બેન્કે વધુમાં જણાવ્યું કે તેના તમામ પ્રકારના બચત ખાતા ગ્રામીણ, અર્ધ-શહેરી, શહેરી અને મેટ્રો શાખાઓમાં ગ્રાહકોની જરૂરિયાત મુજબ ઉપલબ્ધ છે. જોકે, બેન્કે સ્પષ્ટ કર્યું છે કે મેટ્રો વિસ્તારોમાં ગ્રાહકોના ઉપયોગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, બેન્ક નવી શાખાઓમાં ખાતું ખોલતા ગ્રાહકોને 'સેવિંગ્સ મેક્સ' ખાતું ઓફર કરવાને પ્રાધાન્ય આપશે. આ નિર્ણયનો હેતુ ઉચ્ચ મૂલ્યની સેવાઓ પૂરી પાડવાનો છે, ન કે ગ્રાહકો પર બિનજરૂરી બોજ નાખવાનો.
બેન્કે ગ્રાહકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવા અપીલ કરી છે. આ સ્પષ્ટતા બાદ મધ્યમ વર્ગના ગ્રાહકોમાં ફેલાયેલી ચિંતા દૂર થઈ છે. HDFC બેન્કે જણાવ્યું છે કે દંડ અથવા અન્ય શુલ્ક સંબંધિત નિયમોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ વાત અફવા નીકળી
અગાઉ એવી વાતો સામે આવી હતી કે, HDFC બેન્કે બચત ખાતાઓ માટે ન્યૂનતમ સરેરાશ માસિક બેલેન્સ (MAB) ની રકમમાં વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે, જે ગ્રાહકો માટે આઘાતજનક સમાચાર છે. બેન્કે જણાવ્યું છે કે 1 ઓગસ્ટ, 2025થી ખોલવામાં આવેલા નવા બચત ખાતાઓ માટે મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ન્યૂનતમ બેલેન્સ 10,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવ્યું છે. આ નિર્ણય ICICI બેન્ક દ્વારા તાજેતરમાં લેવાયેલા સમાન પગલાંને પગલે આવ્યો છે, જેણે મેટ્રો વિસ્તારોમાં MAB 50,000 રૂપિયા નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: Gold Rate Today: 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડ રેટમાં થયો મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ રેટ


