ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Madhya Pradesh માંથી સામે આવી હૃદયદ્રાવક ઘટના, પતિએ પત્નીનું માથું કાપી કરી હત્યા...

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મુરેનામાંથી એક આત્માને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ પત્નીનું માથું કાપીને હત્યા કરી નાખી. પત્નીની લાશ ઘરના આંગણામાં પડેલી મળી આવી હતી અને તેનું કપાયેલું માથું પણ થોડે દૂર પડેલું જોવા મળ્યું હતું....
01:00 PM Jul 10, 2024 IST | Dhruv Parmar
મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મુરેનામાંથી એક આત્માને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ પત્નીનું માથું કાપીને હત્યા કરી નાખી. પત્નીની લાશ ઘરના આંગણામાં પડેલી મળી આવી હતી અને તેનું કપાયેલું માથું પણ થોડે દૂર પડેલું જોવા મળ્યું હતું....

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મુરેનામાંથી એક આત્માને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ પત્નીનું માથું કાપીને હત્યા કરી નાખી. પત્નીની લાશ ઘરના આંગણામાં પડેલી મળી આવી હતી અને તેનું કપાયેલું માથું પણ થોડે દૂર પડેલું જોવા મળ્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છે અને પોલીસે આરોપી પતિ આનંદ શર્માની અટકાયત કરી છે.

શું છે સમગ્ર મામલો?

આ મામલો મોરેનાના અંબાહ પોલીસ સ્ટેશન વિસ્તારના પૂથ રોડનો છે. મૃતક મહિલાની ઓળખ છાયા શર્મા તરીકે થઈ છે. તેમની ઉંમર 24 વર્ષની હતી. ઘટના અંગે તેના ભાઈએ પોલીસને જાણ કરી હતી. મૃતક મહિલાના ભાઈને અજાણ્યા સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે તેની બહેનની હત્યા કરવામાં આવી છે.

કારણ ઘરેલું વિવાદ હોવાની ચર્ચા...

આ ઘટના પાછળનું કારણ ઘરેલું વિવાદ હોવાનું કહેવાય છે. માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. FSL ની ટીમ પણ ઝીણવટભરી તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘરના આંગણામાં ચારે બાજુ લોહી દેખાય છે અને મહિલાનું ધડ અને માથું થોડા અંતરે પડેલું છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

આ પણ વાંચો : Unnao Accident : PM થી લઈને રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું શોક, PMO મૃતકોના પરિવારને આપશે વળતર…

આ પણ વાંચો : Maharashtra માં વધુ એક hit and run નો મામલો, સ્પીડમાં આવતી કારની ટક્કરથી મહિલાનું મોત…

આ પણ વાંચો : Earthquake : Maharashtra માં ભૂકંપને કારણે હિંગોલીની જમીન ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા…

Tags :
Gujarati Newshusband decapitated his wifeIndiaMadhya PradeshMorenaMorena Husband WifeMorena NewsNational
Next Article