Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, આ શહેરોમાં કરાઇ હિટવેવની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો (Heat) પ્રકોપ યથાવત છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહ્યો છે. ગુરૂવારે 44 ડિગ્રી સાથે અમરેલી(Amreli) સૌથી વધુ ગરમ શહેર રહ્યું. રાજ્યના 8 શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. વડોદરા અને...
રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ  આ શહેરોમાં કરાઇ હિટવેવની આગાહી
Advertisement

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો (Heat) પ્રકોપ યથાવત છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહ્યો છે. ગુરૂવારે 44 ડિગ્રી સાથે અમરેલી(Amreli) સૌથી વધુ ગરમ શહેર રહ્યું. રાજ્યના 8 શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. વડોદરા અને રાજકોટમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદ અને ડીસામાં 43.7 સુધી તાપમાનનો પારો રહ્યો. ગાંધીનગર અને પોરબંદરમાં 43.5, તો ભૂજમાં 43.4 ડિગ્રી, જ્યારે ભાવનગર અને સુરતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડશે. આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં બે દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

Advertisement

હજુ ત્રણ  દિવસ ગરમી ઘટવાની શક્યતા નહીંવત છે. ગુરુવારે બોપલમાં 42.9 ડિગ્રી, ચાંદખેડામાં 42.9 ડિગ્રી, પિરાણામાં 42.8 ડિગ્રી, સેટેલાઈટમાં 42.8, નવરંગપુરામાં 42.7, એયરપોર્ટ વિસ્તારમાં 42.5 અને રાયખડમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો અમદાવાદમાં હજુ આગામી 10 દિવસ ૪૨થી ૪૫ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહી શકે છે.

Advertisement

આપણ વાંચો - આ ગરમી તો બાપા…હારુ કરજો! આ 4 દિવસ કામ વિના ના નીકળતા ઘરની બહાર

Tags :
Advertisement

.

×