Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગની આગાહી..! વાંચો આ અહેવાલ...

નવસારી અને વલસાડ જીલ્લામાં 48 કલાક ભારે 28થી 30 જૂન દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી NDRFની ટીમોને એલર્ટ કરાઇ રાજ્યમાં 6 ડેમ હાઇ એલર્ટ અને 3 ડેમ એલર્ટ પર રખાયા  SEOC, ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વૉચ ગ્રુપની બેઠક...
દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગની આગાહી    વાંચો આ અહેવાલ
Advertisement
નવસારી અને વલસાડ જીલ્લામાં 48 કલાક ભારે
28થી 30 જૂન દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી
NDRFની ટીમોને એલર્ટ કરાઇ
રાજ્યમાં 6 ડેમ હાઇ એલર્ટ અને 3 ડેમ એલર્ટ પર રખાયા 
SEOC, ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ
રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનરશ્રી દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. બેઠકમાં નવસારી અને વલસાડ જિલ્લામાં 28થી 30 જૂન દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી હોવાની માહિતી અપાઇ હતી.
28 જૂન થી  30 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના
આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે.  28 જૂન થી  30 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
6 જળાશય હાઈ એલર્ટ
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજયમાં 206 જળાશયો પૈકી 6 જળાશય હાઈ એલર્ટ, 3 એલર્ટ અને 1 વોર્નિંગ પર છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવાયું છે કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., ICDS, પશુપાલન, BSF, અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
Advertisement

.

×