એલર્ટ રહેજો...આગામી 3 કલાક આ જીલ્લાઓમાં ભારે વરસાદ...!
બિપોરજોય વાવાઝોડું હજું પણ ગુજરાતને ઘમરોળી રહ્યું છે. વાવાઝોડું હવે ડીપ સર્ક્યુલેશનમાં ફેરવાઇ જતાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. આગામી ત્રણ કલાક કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે...
Advertisement
બિપોરજોય વાવાઝોડું હજું પણ ગુજરાતને ઘમરોળી રહ્યું છે. વાવાઝોડું હવે ડીપ સર્ક્યુલેશનમાં ફેરવાઇ જતાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. આગામી ત્રણ કલાક કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે ભારે પવન પણ ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે.
રાજ્યમાં વરસાદી માહોલ
આ જિલ્લાઓ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે અને 4ત થી 50 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને અવાર નવાર ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે અમદાવાદમાં પણ ઘણા સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હતા. હાલ મહેસાણામાં પણ ભારેપવન સાથે વરસાદ પડી રહ્યો છે જ્યારે રાજકોટ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.


