Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિવાળીના તહેવારમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ખેડૂતો ચિંતિત,પાકને નુકસાન થવાની ભીતિ!

દિવાળીના તહેવાર વચ્ચે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો. અચાનકર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ઉમરપાડા અને વલસાડમાં તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે, જેનાથી આખી સિઝન બગડવાનો ભય ઊભો થયો છે.
દિવાળીના તહેવારમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ  ખેડૂતો ચિંતિત પાકને નુકસાન થવાની ભીતિ
Advertisement
  •  Rain South Gujarat: દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ
  • સુરત, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદ
  • સુરતના ઉમરપાડામાં વરસાદથી ખેડૂતો ચિંતિત
  • વલસાડમાં વરસાદથી પાકમાં નુકસાનની ભીતિ
  • નવસારીના ખેરગામ, ગણદેવી, બીલીમોરામાં વરસાદ
  • તાપીના વ્યારામાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ

દિવાળીના તહેવારોમાં દક્ષિણ ગુજરાતમાંથી વરસાદના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર  કમોસમી એન્ટ્રી થઇ હતી, દક્ષિણમાં સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં અચાનક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે વાતાવરણમાં આવેલા પલટા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા તહેવારના માહોલમાં ખલેલ પહોંચી છે, પરંતુ સૌથી મોટી ચિંતા ખેડૂતોમાં પ્રસરી ગઈ છે.તહેવાર માણી રહેલા લોકોમાં પણ વરસાદ પડવાથી નિરાસા જોવા મળી હતી.

 Rain South Gujarat: દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ

નોંધનીય છે કે અચાનક વરસાદ પડવાથી સૌથી વધુ ચિંતા સુરત અને વલસાડના ખેડૂતોમાં જગાવી છે. સુરતના ઉમરપાડા વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે, જેના કારણે ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. એવી જ રીતે, વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાકમાં નુકસાનની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ખેતરમાં તૈયાર થયેલા પાક પર વરસાદી પાણી પડવાથી પાકની ગુણવત્તા બગડવાની અને ઉપજ ઘટવાની પૂરી સંભાવના છે.

Advertisement

Advertisement

 Rain South Gujarat: દક્ષિણ ગુજરાતમાં અચાનક વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા

નવસારી જિલ્લાના ખેરગામ, ગણદેવી અને બીલીમોરા જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, તાપીના મુખ્ય મથક વ્યારા માં પણ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. હાલમાં આ વિસ્તારોમાં મગફળી, ડાંગર અને કપાસ જેવા પાકોની તૈયાર છે , આ વરસાદથી ખેડૂતોની આખી સિઝન બગડવાનો ભય ઊભો થયો છે.

આ પણ વાંચો:    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ

Tags :
Advertisement

.

×