Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલે ચેતવ્યા, સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરની શક્યતા

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલે ચેતવ્યા, સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરની શક્યતા
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી  અંબાલાલ પટેલે ચેતવ્યા  સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરની શક્યતા
Advertisement
  • ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલે ચેતવ્યા, સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરની શક્યતા
  • અંબાલાલ પટેલની ચેતવણી: ગુજરાતમાં 14-15 ઓગસ્ટે અતિભારે વરસાદ, પૂરનો ખતરો
  • ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી: અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરની શક્યતા વ્યક્ત કરી
  • બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં તબાહી લાવશે? અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગરમાં રચાતી એક મજબૂત વરસાદી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 14 અને 15 ઓગસ્ટ, 2025 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ વખતે વરસાદની તીવ્રતા એટલી બધી હશે કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું, “બંગાળના ઉપસાગરમાં એક મોટી સિસ્ટમ રચાઈ રહી છે, જે રાજ્ય પર થોડા દિવસોમાં અસર કરશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.” રાજ્યના પૂર્વ, મધ્ય, ઉત્તર, સાબરકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને કચ્છમાં મુશળધાર વરસાદની શક્યતા છે.

Advertisement

આ પણ વાંચો-Idar APMC : ભરતી પ્રકરણમાં નવો વળાંક, તપાસ ફરી સાબરકાંઠા જિ. રજિસ્ટ્રારને સોંપાઈ

Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરનો ખતરો

અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આ વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને નદીઓ અને નાળાઓની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતોને પણ તેમના પાક અને પશુધનની સુરક્ષા માટે પૂરતી તૈયારી કરવા અપીલ કરવામાં આવી છે.

તંત્રની તૈયારી

આ આગાહીને પગલે ગુજરાત સરકાર અને સ્થાનિક વહીવટે પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે ટીમો તૈનાત કરી છે. અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ અને કચ્છ જેવા જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સ્થાનિક લોકોને નદીઓ અને પાણીના પ્રવાહથી દૂર રહેવા અને હવામાનની અપડેટ્સ પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે.

તળાવો-ડેમો છલકાયા

અંબાલાલે ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતુ કે, “બંગાળના ઉપસાગરમાં રચાતી મોટી સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. 14 અને 15 ઓગસ્ટે રાજ્યના પૂર્વ, મધ્ય, ઉત્તર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે, જ્યારે જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી સાવચેતી રાખવી જરૂરી છે.”

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે. સારા પ્રમાણમાં વરસેલા વરસાદના કારણે ગુજરાતના ડેમો અને તળાવોમાં ભરાઈ ગયા છે. ગુજરાતના મોટા પ્રમાણના ડેમોમાં પણ પાણીની સારી એવી આવક થઈ ચૂકી છે. જોકે, પાછલા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ફરીથી ગુજરાતમાં ધોધમાર વરસાદ આવી શકે છે.

આ પણ વાંચો-રીબડા ફાયરિંગ કેસ: હાર્દિકસિંહ જાડેજા SMCના હાથે કેરળથી ઝડપાયો, ચાર શૂટરો પહેલાં જ પકડાયા

Tags :
Advertisement

.

×