ઉત્તરાખંડ સરકારના આદેશ બાદ ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત
- ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતો જ જાય છે
- આ વચ્ચે રાજ્ય સરકારો દ્વારા નિયમીત રીતે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીનો સૂચનો અપાઇ રહ્યા છે
- આ વચ્ચે ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
CHARDHAM YATRA : ચારધામ યાત્રા હેઠળ બાબા કેદારનાથ (KEDARNATH) માટે બધી હેલિકોપ્ટર સેવાઓ બંધ (HELICOPTER SERVICE CLOSED) કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડ સરકારે આ અંગે એક આદેશ જારી કર્યો છે. ઉત્તરાખંડ સરકારના આદેશ મુજબ, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી માટે બધી હેલિકોપ્ટર સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સેવાઓ આગામી આદેશ સુધી બંધ રહેશ, તેમ જાણવા મળી રહ્યું છે.
અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતી વચ્ચે ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી ભારતીયના વિવિધ વિસ્તારોમાં હુમલાની ઘટના સામે આવી રહી છે, જેને નિષ્ક્રિય કરવાની સાથે ભારતીય સેના યોગ્ય વળતો જવાબ આપી રહી છે. આ નિર્ણય લેતા પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
વહીવટી એકમોને એલર્ટ પર રાખવાની સૂચનાઓ આપી
સીએમ પુષ્કર ધામીએ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરીને લખ્યું કે, “આતંકવાદ સામે ભારત દ્વારા લેવામાં આવી રહેલી કડક કાર્યવાહીને ધ્યાનમાં રાખીને સચિવાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં અધિકારીઓને દરેક પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા કહેવામાં આવ્યું હતું. અને ખાસ સરહદી વિસ્તારોમાં ખાસ સાવધાની રાખવાની સાથે ત્યાં તૈનાત વહીવટી એકમોને એલર્ટ પર રાખવાની સૂચનાઓ પણ આપી હતી. રાજ્યની તમામ હોસ્પિટલોમાં જીવનરક્ષક દવાઓ, સર્જિકલ સાધનો અને અન્ય આવશ્યક તબીબી સંસાધનોની પૂરતી માત્રામાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવાઇ છે.
સરકાર માટે ભગવાન સમાન લોકોની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ
તેમણે વધુમાં જણાવ્યું કે, "રાજ્યમાં આવશ્યક ખાદ્ય પદાર્થો, રાશન અને પીવાના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગને નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમજ રાહત અને બચાવ ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય." બેઠક દરમિયાન, માહિતી વિભાગને અફવાઓ ટાળવા અને જનતા સુધી સચોટ અને સમયસર માહિતી પૂરી પાડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે અંતમાં જણાવ્યું કે, સરકાર માટે ભગવાન સમાન લોકોની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છીએ.
આ પણ વાંચો --- Operation Sindoor : જ્યારે પ્રશ્ન સિંદૂરનો હોય, ત્યારે જવાબ છે વજ્રાઘાત


