Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TVKના વડા અને અભિનેતા વિજયની કરૂર રેલીમાં ભાગદોડની CBI તપાસની માંગ હાઈકોર્ટે ફગાવી

વિજયની રેલીમાં 11 બાળકો સહિત 41 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
tvkના વડા અને અભિનેતા વિજયની કરૂર રેલીમાં ભાગદોડની cbi તપાસની માંગ હાઈકોર્ટે ફગાવી
Advertisement
  • Karur Stampede: કરૂર રેલીમાં થયેલી ભાગદોડની CBI તપાસની માંગ ફગાવી
  • હાઈકોર્ટે TVKઅને સરકારને વળતર મામલે નોટિસ
  • આ ભયાનક દુર્ઘટનામાં 11 બાળકો સહિત 41 લોકોએ જીવ ગુમાવ્યા હતા

મદ્રાસ હાઈકોર્ટે અભિનેતા-રાજકારણી વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) ની કરૂર ખાતેની રેલીમાં થયેલી ભાગદોડની CBI તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ ભયાનક દુર્ઘટનામાં 11 બાળકો સહિત 41 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે કરૂર ખાતે 27 સપ્ટેમ્બરના રોજ અભિનેતા-રાજકારણી વિજયની રેલી દરમિયાન થયેલી ભાગદોડની તપાસ માટે એક મહત્ત્વનો આદેશ જારી કર્યો હતો. કોર્ટે વરિષ્ઠ IPS અધિકારી અસરા ગર્ગના નેતૃત્વમાં એક ખાસ તપાસ દળ (SIT) ની રચના કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં ઉત્તરીય ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક તરીકે ફરજ બજાવતા અસરા ગર્ગ આ SITનું નેતૃત્વ કરશે. ઉચ્ચ ન્યાયાલયની સિંગલ જજની બેન્ચે આ ઘટના માટે વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) ના પદાધિકારીઓની કથિત રીતે ટીકા પણ કરી હતી.

Advertisement

Advertisement

Karur Stampede: મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારને લગાવી ફટકાર 

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ખંડપીઠના ન્યાયમૂર્તિ એમ. ધંદાપાની અને ન્યાયમૂર્તિ એમ. જોતિરમનની બેન્ચે આ મામલાની સુનાવણી દરમિયાન મહત્ત્વના આદેશો જારી કર્યા હતા. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અદાલતને રાજકીય અખાડામાં બદલવી જોઈએ નહીં અને અરજદારનો પીડિતો સાથે કોઈ સંબંધ નથી.મદ્રાસ હાઈકોર્ટે રેલીમાં થયેલી દુર્ઘટના પર રાજ્ય સરકારને આકરો ઠપકો આપ્યો હતો. ટિપ્પણી કરતાં કહ્યું કે લોકોનો જીવ બચાવવો એ રાજ્ય સરકારનું મૂળભૂત કામ છે અને આવી જાહેર રેલીઓમાં મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત થવી અનિવાર્ય હતી.મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયની સિંગલ બેન્ચે શુક્રવારે નમક્કલના TVK (તમિલગા વેત્રી કઝગમ) પદાધિકારી સતીશ કુમારની આગોતરા જામીન (Anticipatory Bail) અરજીને ફગાવી દીધી છે.

Karur Stampede: મદ્રાસ હાઇકોર્ટે મહત્વના આપ્યા નિર્દેશ

આ દુર્ઘટનાને પગલે, કોર્ટે મહત્ત્વના આદેશો આપ્યા હતા, જેમાં મુખ્યત્વે જણાવાયું હતું કે હવેથી રાજ્ય અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની નજીક કોઈ પણ જાહેર રેલીનું આયોજન કરી શકાશે નહીં. આ ઉપરાંત, કોર્ટે આદેશ આપ્યો કે ભવિષ્યમાં આયોજિત થનારી કોઈપણ રેલીમાં હાજર લોકો માટે પીવાના પાણી, એમ્બ્યુલન્સ, શૌચાલયની સુવિધા અને ભીડમાંથી સલામત રીતે બહાર નીકળી શકાય તેવા બહાર નીકળાની એકઝિટ ની વ્યવસ્થા ફરજિયાતપણે સુનિશ્ચિત કરવી પડશે.

આ પણ વાંચો:   એર ફોર્સ ચીફનો સૌથી મોટો ખુલાસો! ભારતે Operation Sindoor માં પાકિસ્તાનના 10 જેટ તોડી પાડ્યા

Tags :
Advertisement

.

×