Ahmedabad : વસ્ત્રાપુરમાં હિચકારી ઘટના, પતિ-સાસરિયાઓના ત્રાસથી પત્નીનું અંતિમ પગલું
- Ahmedabad ના વસ્ત્રાપુર વિસ્તારમાં પરિણીતાનું શંકાસ્પદ મોત
- સાસરિયામાં ઝગડો થયા બાદ આત્મહત્યા કર્યાનો આક્ષેપ
- મૃતદેહ હોસ્પિટલમાં મુકી સાસરિયાઓ રવાના થયાના આક્ષેપ
- વસ્ત્રાપુર પોલીસે પરણિતાના મોતને લઈને તપાસ શરૂ કરી
- વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી
Ahmedabad : અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક પરિણીત યુવતીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયુંની ઘટના સામે આવી છે. આ મોત પછી તેના પતિ અને સાસરીયાઓ ઉપર દહેજ માંગવા સહિતના અનેક આક્ષેપો લાગ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, સાસરિમાં ઝગડો થયા બાદ યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાની કોશિશ કર્યા પછી સાસરિયાઓ યુવતીને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં તેનું મૃત્યું થતાં તમામ સાસરીયાઓ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા. યુવતીના ઘરવાળાઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે.
દહેજની માંગણીની કંટાળીને અંતિમ પગલું
મળી રહેલી માહિતી અનુસાર, રિદ્ધિબેન દિલીપ ભરવાડ નામના પરિણીતાનું શંકાસ્પદ મોત થયા બાદ સાસરિયાઓ સાથે ચાલી રહેલો વિવાદ સપાટી ઉપર આવ્યો છે. રિદ્ધિબેનના ઘરવાળાઓએ આક્ષેપ કર્યો છે કે, દોઢ વર્ષના લગ્ન ગાળામાં સાસરીયાઓ દ્વારા અંદાજ 9 લાખ રૂપિયા લીધા હતા. જમાઈએ સગાઈ બાદ કાર લેવા પૈસાની માંગણી કરી હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો- Amit Khunt Case : જુનાગઢ જેલ અધિક્ષક સામે ગંભીર આરોપો સાથે મૃતકના ભાઈનો રાજ્યની જેલના વડાને પત્ર
પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
લગ્નના માત્ર દોઢ વર્ષના સમયગાળા દરમિયાન જ પરિણિતાને પૈસા માટે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ ત્રાસ એટલો વધી ગયો હતો કે, તેને અંતે જીવન ટૂંકાવવા માટે આપઘાતનું પગલું ભરી લીધું હતું. પૈસા ભૂખ્યા સાસરીયાઓના ત્રાસથી જ રિદ્ધિબેને આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મૃતક રિદ્ધિબેનના ઘરવાળાઓએ તેમનો મૃતદેહ સ્વીકારવાથી ઈન્કાર કરી દીધો છે. તેમના અનુસાર, જ્યાર સુધી આરોપી પકડાશે નહીં ત્યાર સુધીમાં મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં.
પોલીસે શરૂ કરી કાર્યવાહી
વસ્ત્રાપુરમાં બનેલી ચકચારી ઘટના પછી પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. પોલીસે આરોપીને પકડવા માટે પોતાના તમામ ચક્રોગતિમાન કરી દીધા છે. પોલીસે આગળની પણ તપાસ ચાલું કરી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃત્યુંનું ચોક્કસ કારણ પણ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વસ્ત્રાપુર પોલીસ રિદ્ધિબેનના સાસરીયા સામે એફઆઈઆર નોંધીને કાયદીકાય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો- Gujarat : પૂર્વ IPS કુલદીપ શર્મા પર કસાયો કાયદાનો ગાળિયો


