Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himmatnagar : બે માસની બાળકીનું અપહરણ કરનાર કપલ અમદાવાદથી ઝડપાયું

Himmatnagar માં બે માસની બાળકીની ઉઠાંતરી કરવાનો કેસ પોલીસે સખ્ત મહેનત બાદ ઉકેલી નાંખ્યો છે, આ કેસને લઈને પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. જે પાછલા કેટલાક સમયથી બાળકીનું અપહરણ કરવા માટે પ્લાનિંગ બનાવી રહી હતી અને પ્લાનિંગ સાથે બાળકીની ઉઠાંતરી કરી હતી. આ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે
himmatnagar   બે માસની બાળકીનું અપહરણ કરનાર કપલ અમદાવાદથી ઝડપાયું
Advertisement
  • Himmatnagar માં બે માસની બાળકીની ઉઠાંતરી કરનાર કપલ ઝડપાયું
  • હિંમતનગરમાં બે માસની બાળકીની ઉઠાંતરી કરનારા દંપતીને
  • ગઢા મદરેસાના દંપતીએ બે માસની બાળકીની કરી ઉઠાંતરી
  • બાળકી ઉઠાંતરી પાછળ છે ગઢા મદરેસાના દંપતીનો હાથ?
  • હિંમતનગરમાં બાળકી ઉઠાંતરીની ઘટનાએ મચાવી ચકચાર
  • બાળકી ઉઠાંતરી કેસમાં પોલીસને મળી મોટી સફળતા, દંપતી ઝડપાયા

હિંમતનગનગર : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himmatnagar) શહેરમાં એક ચકચારીભર્યો કેસ સામે આવ્યો છે. જ્યાં આરટીઓ સર્કલ પાસેથી બે માસની બાળકીની ઉઠાંતરી કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે જ્યારે આ મામલે તપાસ હાથ ધરી ત્યારે અમદાવાદથી એક કપલને ઝડપી પાડ્યો છે. આ કપલની ફારુક મલેક અને શબાના મલેક તરીકે ઓળખાણ થઈ છે. બંનેને પોલીસ દ્વારા ઝડપી લઈને અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

પોલીસના સૂત્રો અનુસાર, આ દંપતી ગઢા મદરેસામાં રહેતા અને ત્યાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમના આ પ્રકારના કૃત્ય પાછળના કારણો હજુ સ્પષ્ટ થયા નથી. પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓએ એક ચોક્કસ યોજના બનાવીને આ બાળકીની ઉઠાંતરી કરી હતી. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર, પાછલા કેટલાક સમયથી બાળકી ઉપર નજર રાખીને દંપતી બેસ્યું હતું.

Advertisement

આ પણ વાંચો- Patan ના ખેડૂતોને પડ્યા પર પાટુ, પહેલા વરસાદે ઠંડા પાણીએ નવરાવ્યા હવે કપાસના ભાવે રોવડાવ્યા

Advertisement

પ્રકાશ ભાભોરના પરિવાર પર દંપતી પાછલા કેટલાક સમયથી નજર રાખી રહી હતી. તેથી જ્યારે તેમને બાળકીને ઉઠાવવાની તક મળી એટલે તરત જ તેમને બાળકીનું અપહરણ કરી લીધું હતું. પોલીસે જણાવ્યું કે, હવે તપાસ કરવામાં આવી રહી છે કે, દંપતીએ બાળકીનું અપહરણ કેમ કર્યું હતું. શું આ દંપતી બાળકીઓનું વેચાણ કરે છે ? આ કેસને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. આથી આ મામલે પોલીસ વધુ ગંભીરતાથી તપાસ કરી રહી છે કે આ ઉઠાંતરી પાછળ શું ઈરાદા હતા અને શું આ મામલે અન્ય કોઈ પણ વ્યક્તિ સંકળાયેલ છે કે નહીં. તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

હાલ દંપતી સામે કડક કાર્યવાહી માટે તેમને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે, જ્યાંથી તેમને રિમાન્ડ મેળવવામાં આવશે જેથી વધુ તપાસ કરી શકાય. પોલીસ આ કેસની તમામ પાસાઓને ધ્યાનમાં લઈને તપાસ કરી રહી છે અને બાળકીની સલામતી માટે પણ તમામ શક્ય પગલાં લઈ રહી છે.

આ ઘટનાએ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ચિંતા ઉભી કરી છે. બાળકોની સુરક્ષાને લઈને પ્રશ્નો પણ ઉભા થયા છે. આ કેસને લઈને પોલીસે પ્રશંસનિય કાર્યવાહી કરી છે. કેમ કે હિંમતનગરના જે વિસ્તારમાંથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું ત્યાં સીસીટીવી કેમરા કે ત્રિનેત્ર કેમેરો પણ નહતો. તે છતાં પણ પોલીસે પોતાની સખ્ત મહેનત થકી અપહરણકર્તા દંપતીને ઝડપી પાડી છે. આ બાબતે સ્થાનિક લોકો પોલીસની કાર્યવાહીને સરાહનાત્મક માનતા જણાવે છે કે આવા કૃત્યો સામે કડક કાર્યવાહી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.

આમ, હિંમતનગરના આરટીઓ સર્કલ નજીકથી બે માસની બાળકીની ઉઠાંતરી કરનાર આ કપલની ધરપકડ પોલીસ માટે મોટી સફળતા છે. હવે આ કેસની આગળની તપાસથી વધુ સ્પષ્ટતા થશે કે આ બનાવ પાછળના હકીકત શું છે અને અન્ય સંભવિત સંબંધો શું હોઈ શકે છે.

આ પણ વાંચો- Aravalli | હવે રેતીના ડમ્પરમાંથી ઝડપાયો 25 લાખનો દારૂ !

Tags :
Advertisement

.

×