Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himmatnagar ની હોસ્પિટલે મૃત બાળકીને 24 કલાક સારવાર કરી, સરકારે કરી બ્લેકલિસ્ટ

અહેવાલ -યશ ઉપાધ્યાય , સાબરકાંઠા હિંમતનગર આજે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. અક્ષય કુમારની ફેમસ ફિલ્મ  ‘ગબ્બર ઇઝ બેક’ જેવો કિસ્સો આજે હિંમતનગરમાં બન્યો. મૃત બાળકીની મેડીસ્ટાર હૉસ્પિટલે 24 કલાક સુધી સારવાર કરી હતી. આ વચ્ચે હોસ્પિટલના સંચાલકોએ પરિવારને મળવા...
himmatnagar ની હોસ્પિટલે મૃત બાળકીને 24 કલાક સારવાર કરી  સરકારે કરી બ્લેકલિસ્ટ
Advertisement

અહેવાલ -યશ ઉપાધ્યાય , સાબરકાંઠા

હિંમતનગર આજે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. અક્ષય કુમારની ફેમસ ફિલ્મ  ‘ગબ્બર ઇઝ બેક’ જેવો કિસ્સો આજે હિંમતનગરમાં બન્યો. મૃત બાળકીની મેડીસ્ટાર હૉસ્પિટલે 24 કલાક સુધી સારવાર કરી હતી. આ વચ્ચે હોસ્પિટલના સંચાલકોએ પરિવારને મળવા પણ ના દીધા હતા. આખરે હોસ્પિટલનો ભાંડો ફૂટતા હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલ સામે સરકારની મોટી કાર્યવાહી કરીને તેને બ્લેક લિસ્ટ કરી છે.

Advertisement

સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બહાર આવી વિગતો

હિંમતનગર શહેરમાં અક્ષય કુમારની થોડા સમય પહેલા આવેલી ફિલ્મ ગબ્બર ઈઝ બેક જેવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં હિંમતનગરની સહકારીજીન વિસ્તારમાં આવેલી મેડીસ્ટાર હોસ્પિટલમાં બાળકીના મૃત્યુ પામ્યા બાદ પણ ૧૨ કલાક સુધી હોસ્પિટલમાં સારવારના નામે રાખી‌ મુકી PMJAY યોજના હેઠળ આરોગ્ય વિભાગ પાસેથી પૈસા વસુલવાનું બહાર આવ્યુ છે.. ગાંધીનગરની IAS રમ્યા મોહનની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.. જેમાં આ સમગ્ર મામલો પર્દાફાશ થયો હતો.. ત્યારે તાત્કાલિક અસરથી‌ મેડીસ્ટાર હોસ્પિટલને ડીએમ્પેનલ સહ બ્લેકલિસ્ટ કરવાના આદેશ કર્યા છે.  તો‌ સાથે સાથે ૧૪, ૪૭, ૬૦૦ નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.. નો‌ધનીય છે કે બાળકી હોસ્પિટલમાં મૃત્યુ પામી હોવા છતા તેના પરીવારને આ બાબતે અંધારામાં રખાયા હોવાનું પણ બહાર આવ્યુ છે... તો વધુમાં બાળકીના માતા પીતાને જોવા પણ ન દેતા હોવાની ફરિયાદ મળી છે.

Advertisement

સરકારે હોસ્પિટલને બ્લેક લિસ્ટ કરી

હિંમતનગરના સહકારી વિસ્તારમાં આવેલ મેડીસ્ટાર હોસ્પીટલ ની મુલાકાત લીધે જેમાં ખુબ જ ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. બાળકીના મોત નો સમય ૧૨ કલાક પછીનો દર્શાવવામાં આવ્યો હતો જેને લઈને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.. જો ત્રણ દિવસમાં પેનલ્ટી ની રકમ ભરવામાં નહિ આવે તો કડક પગલા પણ લેવામાં આવશે.

આપણ  વાંચો -રૂચમાં બહાર આવ્યો લવ જિહાદનો કિસ્સો,યુવકની ધરપકડ

Tags :
Advertisement

.

×