Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Google Search માં નામ જોઇ Hina Khan નું છલકાયુ દર્દ, કહ્યુ કેન્સરને કારણે...

ગૂગલ પર સર્ચ થયા બાદ હિનાને દુઃખ થયું ગૂગલ પર સર્ચ થવુ હિના માટે સારા સમાચાર નથી ખરાબ સમયમાં સાથ આપવા બદલ લોકોનો આભાર માન્યો Google Search:બિગ બોસ ફેમ અને ટીવી એક્ટ્રેસ હિના ખાન( Hina Khan) હાલ આ દિવસોમાં...
google search માં નામ જોઇ hina khan નું છલકાયુ દર્દ  કહ્યુ કેન્સરને કારણે
Advertisement
  • ગૂગલ પર સર્ચ થયા બાદ હિનાને દુઃખ થયું
  • ગૂગલ પર સર્ચ થવુ હિના માટે સારા સમાચાર નથી
  • ખરાબ સમયમાં સાથ આપવા બદલ લોકોનો આભાર માન્યો

Google Search:બિગ બોસ ફેમ અને ટીવી એક્ટ્રેસ હિના ખાન( Hina Khan) હાલ આ દિવસોમાં બ્રેસ્ટ કેન્સરને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. હિના ખાન આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી અભિનેત્રી બની ગઈ છે. આ લિસ્ટમાં તે ટોપ 5માં આવી ગઈ છે, જેના કારણે ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે. જો કે લોકો માટે આ ખુશીની વાત છે, પરંતુ હિના માટે આ કોઈ સારા સમાચાર નથી પરંતુ દિલને હચમચાવી દેનારી વાત છે. અભિનેત્રીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક નોટ શેર કરી છે જેમાં તેનું દિલનું દર્દ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ચાલો જાણીએ કે તેમણે શું લખ્યું છે.

ગૂગલ પર સર્ચ થયા બાદ હિનાને દુઃખ થયું

હિના ખાન પોતાની લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે સ્તન કેન્સર સામે ઝઝૂમી રહી છે. તે પોતાની ખુશીની સાથે સાથે પોતાની સમસ્યાઓ અને દર્દ પણ તેના ફેન્સ સાથે શેર કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને તેના સ્વાસ્થ્ય વિશે સતત અપડેટ આપી રહી છે. કેટલીકવાર તે તેના હાથમાં પેશાબની થેલી અને લોહીની બેગ પકડેલી જોવા મળે છે, જે તેના ચાહકોનું ટેન્શન વધારે છે, તો ક્યારેક તે હોસ્પિટલના કોરિડોરમાંથી ખુશ તસવીરો બતાવે છે, જે લોકોના ચહેરા પર સ્મિત લાવે છે. હવે તેની તાજેતરની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તેની ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી છે.

Advertisement

Advertisement

ગૂગલ પર સર્ચ થવુ હિના માટે સારા સમાચાર નથી

હિના પોતાની બીમારીને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન, અન્ય એક સમાચાર આવ્યા કે હિના ખાન વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા લોકોની ટોપ 5 લિસ્ટમાં આવી ગઈ છે. જો કે આ લોકો માટે સારા સમાચાર છે પરંતુ હિના માટે આ ખુશખબર નથી. તેણે કહ્યું કે ભગવાન આવું કોઈની સાથે ન થાય.

આ પણ  વાંચો -2024 માં એકપણ ફિલ્મ વિના અભિનેતા બન્યો સૌથી ફી લેનારો અભિનેતા

ભાવનાત્મક પોસ્ટ લખી

હિનાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક ઈમોશનલ નોટ શેર કરી છે. આમાં તેણે લખ્યું છે- મેં જોયું કે ઘણા લોકો મને ગૂગલ પર ખૂબ સર્ચ કરવા અને ટોપ 5માં આવવા બદલ અભિનંદન આપી રહ્યા છે. પરંતુ મારા માટે આ ન તો સારા સમાચાર છે, ન તો કોઈ સિદ્ધિ છે કે ન તો ગર્વ લેવા જેવી વાત છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા જેવા કોઈને તેમના કેન્સર નિદાન અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે Google પર સર્ચ કરવામાં ન આવે.

આ પણ  વાંચો -અક્ષય કુમાર આંખમાં થઈ ગંભીર ઇજા, ઘટના સ્થળે જ ડોક્ટર્સને બોલાવાયા

ખરાબ સમયમાં સાથ આપવા બદલ લોકોનો આભાર માન્યો

હિના ખાને પોતાની નોટમાં આગળ લખ્યું કે તે એ લોકોનો દિલથી આભાર માનવા માંગે છે જેમણે આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો અને મારી રિકવરી માટે પ્રાર્થના કરી. પરંતુ હું ઇચ્છું છું કે મને કોઈ બીમારીના કારણે ગૂગલ પર સર્ચ ન કરવામાં આવે પરંતુ મારા કામના કારણે ઓળખવામાં આવે.

Tags :
Advertisement

.

×