SURATમાં હિન્દુઓના વિસ્તારનું નામ 'પાકિસ્તાની મહોલ્લો'; આઝાદીના 79 વર્ષે નામકરણ
- SURATમાં હિન્દુઓના વિસ્તારનું નામ 'પાકિસ્તાની મહોલ્લો'; આઝાદીના 79 વર્ષે નામકરણ
- વિસ્તારમાં રહેતા તમામ લોકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાની મહોલ્લાનું એડ્રેસ
- આ વિસ્તારનું વર્ષો પહેલા જ પાકિસ્તાની મહોલ્લા તરીકે નામ પડી ગયું હતું
- પૂર્ણેશ મોદીએ પાકિસ્તાન મહોલ્લાને હિન્દુસ્તાની મહોલ્લા તરીકેનું નામકરણ કરાવ્યું
સુરત: આઝાદીના 79 વર્ષ પછી સુરતના એક વિસ્તારનું નામ બદલવામાં આવ્યું છે. પરંતુ અત્યાર સુધી સુરતના એક મહોલ્લાનું નામ પાકિસ્તાન મહોલ્લા તરીકે ફેમસ હતુ. આ મોહલ્લાનું નામ પાકિસ્તાની મોહલ્લા કેમ પડ્યું, તે અંગેની સચોટ જાણકારી તો સામે આવી શકી નથી. પરંતુ કહેવામાં આવે છે કે, ભારતની આઝાદી પછી પડેલા ભાગલા પછી પાકિસ્તાનના સિંધ વિસ્તારમાંથી સિન્ધી લોકો અહીં આવીને વસવાટો કર્યો હતો. તે પછી આ વિસ્તારનું નામ પાકિસ્તાની મહોલ્લો પડી ગયો હતો.
આમ સુરતના રાંદરે વિસ્તારમાં એક પાકિસ્તાની મહોલ્લા નામનો વિસ્તાર હતો. જે વિસ્તારમાં એકપણ મુસ્લિમ વ્યક્તિ રહેતી નહતીં. આ વિસ્તારમાં તમામ હિન્દુ લોકો રહી રહ્યાં હતા. તેથી પાકિસ્તાની મહોલ્લાનું નામ તેમને યોગ્ય લાગી રહ્યું નહતું. તેથી પોતાના મહોલ્લાનું નામ બદલવા માટે તેઓ પાછલા ઘણા સમયથી કોશિશ કરી રહ્યાં હતા. પરંતુ સફળતા મળી રહી નહતી.
આધારકાર્ડમાં પણ એડ્રેસમાં પાકિસ્તાની મહોલ્લાનો ઉલ્લેખ
આ વિસ્તારમાં રહેલા તમામ લોકોના ઘરના સરનામાં પણ પાકિસ્તાની મહોલ્લા તરીકેનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો વિસ્તારમાં રહેતા તમામ લોકોના આધાર કાર્ડ કે અન્ય સરકારી ડોક્યુમેન્ટમાં પણ પાકિસ્તાની મહોલ્લાનું એડ્રેસ લખવામાં આવ્યું છે.
જોકે, આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય પુર્ણેશ મોદીને રજૂઆત કરવામાં આવતા, તેમણે મહોલ્લામાં રહેતા લોકોની વેદના સાંભળીને વિસ્તારના નામકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરાવી હતી. પૂર્ણેશ મોદીની આગેવાનીમાં અંતે પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલામાં આવ્યું છે. હવે આ વિસ્તારનું નામ હિન્દુસ્તાની મહોલ્લા કરવામાં આવ્યું છે.
હવે આ વિસ્તારમાં રહેતા તમામ લોકોના સરકારી દસ્તાવેજો અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં પણ પાકિસ્તાની મહોલ્લાની જગ્યાએ હિન્દુસ્તાની મહોલ્લા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
79 વર્ષે થયું ફરીથી નામકરણ
આ ઐતિહાસિક નિર્ણય ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના અવસરે લેવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદીની હાજરીમાં આ નામકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પગલું સ્થાનિક રહેવાસીઓમાં રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહન આપવા અને વિસ્તારની ઓળખને નવો અર્થ આપવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.
ધારાસભ્ય પુર્ણેશ મોદીએ પણ જણાવ્યું છે કે, આ વિસ્તારમાં વસતા તમામ સિન્ધી સમાજના લોકો પાકિસ્તાનના હિંદ વિસ્તારથી ખુબ જ મુશ્કેલ સ્થિતિમાં આવીને વસવાટ કર્યો હતો. તે પછી આ વિસ્તારનું નામ ધીમે-ધીમે પાકિસ્તાની મહોલ્લા પડી ગયો હતો.
આ પણ વાંચો-Vadodara : અરવિંદ ઘોષ 13 વર્ષ શહેરમાં રહ્યા, તેમના વિચારકથી લઇને ક્રાંતિકારી સુધીની સફર અંગે જાણો


