WIMBLEDON 2025 નો ખિતાબ બ્રિટિશ જોડીએ જીતીને ઈતિહાસ રચ્યો
- રિન્કી હિજિકાટા અને ડેવિડ પેલને 6-2, 7-6 (3)થી હરાવી
- બંનેનો ધ્યેય નક્કી કરીને ટ્યુરિન સુધી પહોંચવાનું અને ગ્રાન્ડસ્લેમ જીતવાનો હતો
- ઘાસ પર વિશ્વના સૌથી ખાસ કોર્ટ પર જીતવું એ અમારું સપનું હતું - જુલિયન કેશ
WIMBLEDON 2025 : વિમ્બલ્ડન 2025ના (WIMBLEDON 2025) મેન્સ ડબલ ફાઇનલમાં (MEN'S DOUBLES FINAL) બ્રિટનના જુલિયન કેશ (JULIAN CASH) અને લોયડ ગ્લાસપૂલ (LLOYD GLASSPOOL) એ ઇતિહાસ રચ્યો છે. શનિવારે યોજાયેલી ફાઈનલમાં તેમણે ઓસ્ટ્રેલિયન-ડચ જોડી રિન્કી હિજિકાટા અને ડેવિડ પેલને 6-2, 7-6 (3)થી હરાવી વિજય મેળવ્યો છે.
ઓસ્ટ્રેલિયન-ડચ જોડીને હરાવીને વિજય મેળવ્યો
વિમ્બલ્ડન 2025ના મેન્સ ડબલ ફાઇનલમાં બ્રિટનના જુલિયન કેશ અને લોયડ ગ્લાસપૂલની જોડીએ ઇતિહાસ રચ્યો છે. શનિવારે યોજાયેલી ફાઈનલમાં તેમણે ઓસ્ટ્રેલિયન-ડચ જોડી રિન્કી હિજિકાટા અને ડેવિડ પેલને 6-2, 7-6 (3)થી હરાવી વિજય મેળવ્યો છે. જુલિયન કેશ અને લોયડ ગ્લાસપૂલની જોડી વિમ્બલ્ડન મેન્સ ડબલ ખિતાબ જીતનારી પહેલી બ્રિટિશ જોડી બની છે.
અમે દબાણ વચ્ચે શાનદાર ટેનિસ રમ્યા હતા
કેશ અને ગ્લાસપૂલે 1 કલાક 23 મિનિટ સુધી ચાલેલી રમતમાં જબરદસ્ત રમતદક્ષતા દેખાડી અને સ્થાનિક સમર્થકોના ઉત્સાહભેર સમર્થન વચ્ચે વિજય હાંસલ કર્યો છે. આ તેમની સતત 14મી જીત હતી. ઐતિહાસીક જીત પછી જુલિયન કેશે જણાવ્યું, “અમે દબાણ વચ્ચે શાનદાર ટેનિસ રમ્યા હતા. અમારા માટે સમર્થકોનો સહયોગ અમૂલ્ય રહ્યો હતો. વર્ષની શરૂઆતમાં બંનેનો ધ્યેય નક્કી કરીને ટ્યુરિન સુધી પહોંચવાનું અને ગ્રાન્ડસ્લેમ જીતવાનો હતો. આજની જીત અમારા માટે બહુ વિશેષ છે.”
ર્વિસ તોડીને 6-2થી સેટ જીતી લીધો
જુલિયન કેશે વધુમાં ઉમેર્યું, “ઘાસ પર વિશ્વના સૌથી ખાસ કોર્ટ પર જીતવું એ અમારું સપનું હતું, અને આજે તે સાકાર થયું છે.” આ મેચમાં બ્રિટિશ જોડીએ શરૂઆતથી દબદબો બતાવ્યો હતો. પ્રથમ સેટમાં તેમણે વિરુદ્ધી જોડીની સર્વિસ તોડીને 6-2થી સેટ જીતી લીધો હતો. બીજું સેટ ટાઈબ્રેક સુધી પહોંચ્યું હતું, જ્યાં તેમણે 7-6 (7-3)થી મેચ જીતીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. લોયડ ગ્લાસપૂલે કહ્યું, “અમે એકસાથે આ સિદ્ધિ હાંસલ કરી છે, તે અસાધારણ લાગણી છે. પહેલાં ફક્ત એક બ્રિટિશ વિજેતા હતો, હવે બે છીએ.”
2013 અને 2016માં વિમ્બલ્ડન સિંગલ્સ જીત્યા
ગત વર્ષોમાં એન્ડી મરે બ્રિટનના અગ્રણી ખેલાડી તરીકે ઓળખ મેળવેલી હતી. તેમણે 2013 અને 2016માં વિમ્બલ્ડન સિંગલ્સ જીત્યા હતા અને 2019માં ડબલ્સમાં પણ વિજય મેળવ્યો હતો. ઉપરાંત, 2012 અને 2016ના ઓલિમ્પિકમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યા હતા
આ પણ વાંચો --- IND vs ENG 3rd Test : લોર્ડ્સ ટેસ્ટમાં Mohammed Siraj ને ઝટકો! ICC એ ફટકાર્યો દંડ