Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે આવતી કાલે શાળા-કોલેજોમાં રજાની જાહેરાત

બાળકોની સુરક્ષા માટે Valsad માં રજા જાહેર : IMDની અતિભારે વરસાદની આગાહી પછી સાવચેતીપૂર્વકના પગલાં
valsad જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે આવતી કાલે શાળા કોલેજોમાં રજાની જાહેરાત
Advertisement
  • Valsad  જિલ્લાની તમામ શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર
  • ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજો બંધ રાખવાના આદેશ
  • આગાહીને જોતા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અપાઈ સૂચના
  • બાળકને સુરક્ષાની તકેદારી લેવા રજા જાહેર કરવામાં આવી
  • જિલ્લા કલેકટરે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી માહિતી

વલસાડ : ભારતીય હવામાન વિભાગ (IMD)ની ભારે વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લાની ( Valsad ) તમામ શાળા અને કોલેજોમાં આવતીકાલે (29 સપ્ટેમ્બર) રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર આ જાહેરાત કરી છે, જેમાં બાળકોની સુરક્ષાની તકેદારી લેવા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત, આગાહીને જોતાં જિલ્લાના અધિકારીઓને તેમના હેડક્વાર્ટર છોડવા નહીં અને તૈયારીઓમાં સક્રિય રહેવાની સૂચના આપવામાં આવી છે.

કલેક્ટરની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે, વલસાડ જિલ્લામાં આજે વરસાદને કારણે ઘણી જગ્યાઓ પર પાણી ભરાઇ ગયું હોવાની માહિતી સામે આવી રહી છે. હજુ પણ વધુ વરસાદની શક્યતા છે. તેથી, જાહેર હિતમાં આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના આદેશ જારી કરાયા છે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષા અને જળભરાવથી બચાવવા માટે લેવાયો છે, ખાસ કરીને જ્યારે IMDએ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને ફ્લેશ ફ્લડની ચેતવણી આપી છે.

Advertisement

આ પણ વાંચો- Ahmedabad Rain : અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, પૂર્વ-પશ્ચિમ વિસ્તારો અને એસજી હાઈવે પર વરસાદ

Advertisement

આ પહેલાં પણ વલસાડમાં ભારે વરસાદને કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર થઈ છે. જુલાઈ 2024માં વલસાડ તાલુકામાં ભારે વરસાદ અને IMDની આગાહી વચ્ચે આંગણવાડી, શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી, જેમાં વહીવટી તંત્રે વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રાથમિકતા આપી હતી. આ તરફ 8 સપ્ટેમ્બર 2025ના રોજ પણ રાજ્યના ચાર જિલ્લાઓમાં વરસાદને કારણે શાળા-કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર થઈ હતી, જેમાં કચ્છ જિલ્લામાં રેડ અલર્ટનો પણ સમાવેશ થતો હતો.

IMDના નાઉકાસ્ટ અનુસાર, 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને વલસાડ, સુરત, નવસારી અને ભરૂચ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જે નવરાત્રીના ગરબા કાર્યક્રમોને પણ અસર કરી શકે છે. વલસાદમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરવવા સહિત ટ્રાફિકને પણ અસર થઈ હતી.

નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ અનાવશ્યક બહાર ન નિકળે અને પાણીવાળા વિસ્તારોમાંથી દૂર રહે અને વરસાદી વાતાવરણમાં સાવધાની રાખે. વધુ માહિતી માટે IMD વેબસાઈટ અથવા જિલ્લા વહીવટના સોશિયલ મીડિયા હેન્ડલ્સનું અનુસરણ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો- IMD Nowcast : દક્ષિણ-મધ્ય જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ, Paresh Goswami એ પણ કરી ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×