ગૃહમંત્રી અમિત શાહ Zoho Mail ની સેવા અપનાવી, જાહેર કર્યું નવું Email આઇડી
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે Zoho Mail સેવા અપનાવી
- ભારત સરકાર કરી રહી છે સ્વદેશી કંપનીનો પ્રચાર
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવા ઇમેલ આઇડીની કરી જાહેરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વૈશ્વિક ઈમેલ સેવાઓથી દૂર થઈને સંપૂર્ણપણે ભારતીય ટેકનોલોજી કંપની Zoho ની ઈમેલ સેવા 'Zoho Mail'અપનાવવાની જાહેરાત કરી છે. શાહના આ પગલાને સરકારના 'આત્મનિર્ભર ભારત' અને દેશમાં સ્વદેશી ડિજિટલ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને મોટો વેગ આપનારું મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
Hello everyone,
I have switched to Zoho Mail. Kindly note the change in my email address.
My new email address is amitshah.bjp @ https://t.co/32C314L8Ct. For future correspondence via mail, kindly use this address.
Thank you for your kind attention to this matter.
— Amit Shah (@AmitShah) October 8, 2025
અમિત શાહે Zoho Mail સેવા અપનાવી
ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર સંદેશ દ્વારા આ ફેરફારની જાહેરાત કરી. તેમણે પોસ્ટમાં જણાવ્યું કે તેઓ હવેથી Zoho Mail નો ઉપયોગ કરશે અને તેમનું નવું ઇમેઇલ આઈડી પણ જાહેર કર્યું. ગૃહમંત્રીની આ જાહેરાત બાદ, Zoho વર્કપ્લેસે પણ ટ્વિટ કરીને શાહનો આભાર માન્યો હતો અને ભારતીય નવીનતાને રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મળેલા સમર્થનને 'અત્યંત પ્રેરણાદાયક' ગણાવ્યું હતું.
અમિત શાહે Zoho Mail કંપનીનો કર્યો પ્રચાર
અમિત શાહની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે સરકારના અન્ય મંત્રીઓ પણ ઝોહોના નો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીઓએ તાજેતરમાં Zoho ના ઉત્પાદનોની પ્રશંસા કરીને લોકોને તેનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.WhatsApp હરીફ 'અરટ્ટાઈ': સરકાર દ્વારા Zohoની સ્વદેશી મેસેજિંગ એપ્લિકેશન 'અર (Arattai)' ને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. WhatsApp ના હરીફ તરીકે રજૂ કરાયેલી આ ભારતીય એપ સુરક્ષિત અને સ્વદેશી પ્લેટફોર્મ તરીકે ઝડપથી લોકપ્રિયતા મેળવી રહી છે. નોંધનીય છે કે ગૃહમંત્રી દ્વારા Zoho Mail ને અપનાવવાનો નિર્ણય, ભારતમાં ટેકનોલોજીના ઉપયોગમાં આત્મનિર્ભરતા લાવવા અને સ્વદેશી નવીનતાને મજબૂત કરવાના સરકારના પ્રયાસોને મૂર્ત સ્વરૂપ આપે છે.
આ પણ વાંચો: અખિલેશ યાદવે લાંબા સમય બાદ કદાવર નેતા આઝમ ખાન સાથે કરી મુલાકાત


