ગૃહમંત્રીની મોટી જાહેરાત, ગુજરાતમાં બનશે દેશનું પહેલું સાયબર ક્રાઇમ યુનિટ
- સાયબર ક્રાઇમ વિરૂદ્ધ લડાઇમાં ગુજરાત પોલીસની સજ્જતા વધશે
- દેશનું પ્રથમ સાયબર ક્રાઇમ યુનિટ ગુજરાતમાં બનશે
- જિલ્લાઓને સપોર્ટ યુનિટ સોંપાશે
Harsh Sanghavi : આજ રોજ દેશના 79 માં સ્વાતંત્રતા પર્વ (Independence Day Of India) પર રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (Home Minister Harsh Sanghavi) દ્વારા ગાંધીનગરમાં સાયબર ક્રાઇમને (Cyber Crime) નાથવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. દેશનું સૌ પ્રથમ સાઇબર ક્રાઇમ યુનિટ (Country's First Cyber Crime Unite In Gujarat) ગુજરાતમાં બનશે, જે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 500 કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે. આજના સમયમાં સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, ત્યારે તેમની સામે લડવા અને તેમાં ઘટાડો કરવામાં આ યુનિટ (Country's First Cyber Crime Unite In Gujarat) મહત્વપૂર્ણ સાબિત થશે. અને ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે સાયબર ક્રાઇમ વિરૂદ્ધ લડાઇ માટેના પ્રયત્નો કરવામાં આવી શકે છે.
Gandhinagar માં રામકથા મેદાન ખાતે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી | Gujarat First
રાજ્યભરમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી
ગાંધીનગર જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી
ગાંધીનગર રામકથા મેદાન ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યું ધ્વજવંદન
સ્વતંત્રતા… pic.twitter.com/D10l5vdEz2— Gujarat First (@GujaratFirst) August 15, 2025
કડક કાર્યવાહી કરવા કમર કસી
હાલ આપણે ઇન્ટરનેટ યુગમાં જીવી રહ્યા છે. જેવી રીતે અનેક સેવા-સુવિધાઓ મેળવવું આંગળીના ટેરવે શક્ય બન્યું છે. તેવી જ રીતે સરળતાથી છેતરાઇને પોતાનું નુકશાન પણ થઇ શકે છે. આ વાત સાયબર ગઠિયાઓ સારી રીતે જાણતા હોવાથી સાયબર ક્રાઇમનો રેટ વધી રહ્યો છે. જેની સામે પોલીસે પણ ગઠિયાઓને ડામવા તથા તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા કમર કસી છે. આ વચ્ચે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (Home Minister Harsh Sanghavi) દ્વારા ગાંધીનગરમાં મોટી જાહેરાત કરવામાં આવી છે.
જવાબદારી સિનિયર અધિકારીઓને સોંપવામાં આવનાર છે
આજે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (Home Minister Harsh Sanghavi) એ જણાવ્યું કે, દુનિયાભરમાં સાયબર ક્રાઇમ એક ચેલેન્જ છે. દેશનું પ્રથમ સાયબર ક્રાઇમ યુનિટ ગુજરાતમાં બનશે (Country's First Cyber Crime Unite In Gujarat). સાયબર ક્રાઇમ યુનિટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 500 કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે. આ અંગેની જવાબદારી સિનિયર અધિકારીઓને સોંપવામાં આવનાર છે.
જિલ્લાઓને સપોર્ટ યુનિટ મળનાર છે
વધુમાં ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (Home Minister Harsh Sanghavi) એ જણાવ્યું કે, ફોરેન્સિક સાયન્સ યુનિ.ની જેમ સાયબર ક્રાઇમનું ખાસ યુનિટ (Country's First Cyber Crime Unite In Gujarat) બનશે. જેમાં જિલ્લાઓને સપોર્ટ યુનિટ મળનાર છે. અત્રે નોંધનીય છે કે, વધતા જતા સાયબર ક્રાઇમના કેસો વચ્ચે ગુજરાત સરકારનું પગલું મહત્વપૂર્ણ સાબિત થશે. આનાથી સાયબર ક્રાઇમ વિરૂદ્ધનું લડાઇ વધુ મજબુતાઇ સાથે થશે, તેવું લોકોનું માનવું છે.
આ પણ વાંચો ----- Vadodara : બરોડા ડેરીમાં ધ્વજવંદન બાદ પ્રમુખે વિરોધીઓને આડેહાથ લીધા


