ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભુજની મહારાજા પાઉભાજીના કર્યા વખાણ, જાણો શું કહ્યું
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભુજ ખાતે નર નારાયણ દેવના પાટોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા. દરમિયાન ભુજ શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરની મહારાજા પાઉભાજીની મુલાકાત લઇને પાઉભાજીનો સ્વાદ માણ્યો હતો.
મહારાજા પાઉભાજીના માલિક રાહુલ ગોર સાથે હર્ષ સંઘવીના જાણો શું છે સંબંધ
તેમણે ભુજની મહારાજા પાઉભાજીના વખાણ કર્યા હતા. મંત્રીએ પાઉભાજી ખાઈને કહ્યું કે, આ ખુબ જ સ્વાદિષ્ટ છે. આ દરમિયાન ગૃહમંત્રી હર્ષભાઈની એક ઝલક જોવા લોકો પણ ઉમટ્યા હતા. તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પણ મહારાજા પાઉભાજીના વખાણ કર્યા છે. રાહુલભાઈ તેમના જુના મિત્ર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મહારાજા પાઉભાજીના માલિક રાહુલ ગોરના જણાવ્યા પ્રમાણે તેઓ યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. હર્ષભાઈ પાઉભાજીનો સ્વાદ અગાઉ પણ માણી ચુક્યા છે. હર્ષભાઈને ક્ચ્છ પ્રત્યે લગાવ છે, યુવા મોરચાની ટીમની હર્ષભાઈ સતત ચિંતા કરતા હોય છે તેમ રાહુલભાઈએ જણાવ્યું હતું. આજે ભુજની મુલાકાત દરમિયાન રેન્જ આઇ. જી.જે.આર. મોથલીયા, પશ્ચિમ ક્ચ્છ એસ.પી.સૌરભસિંઘએ પણ સ્વાદ માણ્યો હતો.
આજે સવારે ભદ્રકાળી મંદિરે સફાઈ અભિયાનમાં ભાગ લીધો
આજે સવારે અમદાવાદના ભદ્રકાળી મંદિરે સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. જ્યા સ્થાનિક ધારાસભ્યો અને કાર્યકરો પણ જોડાયા હતા.
આ પણ વાંચો - યુવરાજસિંહની ધરપકડ મુદ્દે જાણો શું કહ્યું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે


