Amit Shah In Bihar : ગૃહમંત્રીના હસ્તે સુપ્રસિદ્ધ માં જાનકી મંદિરનો શિલાન્યાસ, દેશભરના સાધુ-સંતો જોડાયા
- દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારની મુલાકાતે
- અમિત શાહના હસ્તે કરોડોના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ
- સીતા માતા મંદિરના શિલાન્યાસમાં દેશભરમાંથી સાધુ-સંતો જોડાયા છે
Amit Shah In Bihar : ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Of India - Amit Shah) સીતામઢીના પુનૌરાધામ (Bihar - Sitamarhi) ખાતે મા જાનકી મંદિરનો (Janaki Sthan Mandir) શિલાન્યાસ કર્યો છે. શિલાન્યાસ પહેલા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રો સાથે પૂજા કરવામાં આવી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Of India - Amit Shah) , મુખ્યમંત્રી નીતિશ કુમાર (Bihar CM - Nitish Kumar) , સમ્રાટ ચૌધરી અને ઘણા મંત્રીઓ અને સંતોએ ભાગ લીધો હતો. ભૂમિપૂજન માટે 21 તીર્થસ્થળોની માટી અને 31 નદીઓનું પાણી લાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરના સાધુઓ અને સંતો સીતામઢી પહોંચ્યા છે.
पुनौरा धाम भक्ति और उल्लास से जगमगा उठा है,
हर कोना सजा है आस्था और परंपरा के रंगों में।
माँ जानकी मंदिर शिलान्यास की तैयारियाँ पूर्ण,
अब गूंजेगा मां जानकी का गौरव गान।#माँ_जानकी_मंदिर pic.twitter.com/FplLxiGTJk— BJP Bihar (@BJP4Bihar) August 8, 2025
પુનૌરા ધામમાં લગભગ 67 એકર જમીન વિકસાવાશે
સુત્રોના જણાવ્યા અનુસાર, ભૂમિપૂજન માટે રાજસ્થાનના જયપુરથી ચાંદીના કળશ, દિલ્હીથી ચાંદીના બનેલા ખાસ પૂજા સામગ્રી અને આંધ્રપ્રદેશના પ્રખ્યાત તીર્થસ્થળ તિરુપતિ બાલાજીથી ખાસ લાડુ પણ સીતામઢી લાવવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના પ્રખ્યાત તીર્થસ્થળ તિરુપતિ બાલાજીથી ખાસ લાડુ પણ સીતામઢી લાવવામાં આવ્યા છે. પુનૌરા ધામમાં લગભગ 67 એકર જમીન પર એક ભવ્ય મંદિર, યજ્ઞ મંડપ, સંગ્રહાલય, સભાગૃહ, કાફેટેરિયા, રમતનું મેદાન, ધર્મશાળા, સીતા વાટિકા, ભજન સંથ્ય સ્થળ અને અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે. બિહાર સરકારે આ માટે 883 કરોડનું બજેટ બહાર પાડ્યું છે. મંદિર બનાવવાનું લક્ષ્ય ૩ વર્ષમાં નક્કી કરવામાં આવ્યું છે.
ખૂબ જ ભાગ્યપૂર્ણ અને આનંદનો દિવસ
આજના દિવસે અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી શેર કરી અને લખ્યું, 'શુક્રવારનો દિવસ સમગ્ર દેશ અને ખાસ કરીને મિથિલા માટે ખૂબ જ ભાગ્યપૂર્ણ અને આનંદનો દિવસ બનવાનો છે, જ્યારે બિહારના સીતામઢીમાં માતા સીતાના જન્મસ્થળ પર પવિત્ર પુનૌરા ધામ મંદિર અને સંકુલના સર્વાંગી વિકાસ માટેની વિશાળ યોજનાનો શિલાન્યાસ કરવામાં આવશે.'
આ પણ વાંચો ---- ઉત્તરાખંડના ધરાલીમાં તબાહીની સેટેલાઈટ તસવીર આવી સામે


