ગોધરામાં આયોજિત કાર્યક્રમમાં નહીં પહોંચી શકતા કેન્દ્રિય ગૃહમંત્રીએ દિલગીરી વ્યક્ત કરી
- આજે ગોવિંદસિંહ વિશ્વવિદ્યાલયનો ખાતમૂહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ હતો
- ખરાબ હવામાનના કારણે અમિતભાઇ શાહ કાર્યક્રમમાં હાજર રહી ના શક્યા
- અમિતભાઇ શાહે આ અંગે સ્થાનિકોને દિલગીરી વ્યક્ત કરી
- આવું અગાઉ પણ બન્યું હતું, અને આજે ફરી એક વખત બન્યું છે - અમિતભાઇ શાહ
AMIT SHAH : હાલ દેશના ગૃહમંત્રી ગુજરાતની (AMIT SHAH ON GUJARAT VISIT) મુલાકાતે છે. અને તેઓ નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. આ દરમિયાન આજે તેઓ ગોધરા (GODHRA) ખાતે ગુરૂ ગોવિંદસિંહ વિશ્વવિધ્યાલયના (GURU GOVIND SINGH VISHWAVIDYALAYA) ખાતમૂહુર્ત પ્રસંગે હાજર રહેનાર હતા. પરંતું ખરાબ હવામાનના કારણે તેઓ પહોંચી શક્યા ન્હતા. જેથી તેમણે આ અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. આ તકે તેમણે કહ્યું કે, આદિવાસી યુવાનોનું પ્રેરણાનું સ્થાન બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસો રહ્યા છે.
આ સા થે તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સમગ્ર પંચમહાલની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી.
ખાતમૂહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ (HOME MINISTER OF INDIA - AMITBHAI SHAH) ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન તેઓ વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરીને તેની ભેંટ લોકોને આપી રહ્યા છે. સાથે જ મહત્વની બેઠકો યોજી રહ્યા છે. આજે ગોધરા ખાતે ગુરૂ ગોવિંદસિંહ વિશ્વવિદ્યાલયનો ખાતમૂહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પરંતુ ખરાબ હવામાનના કારણે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ત્યાં પહોંચી શક્યા ન્હતા. જે અંગે તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી.
આજે ફરી એક વખત બન્યું
અમિતભાઇ શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, હું પંચમહાલ જિલ્લાના અને સ્થાનિક લોકોની માફી માંગું છું, ખરાબ વાતાવરણના કારણે આવી શક્યો નથી. આવું અગાઉ પણ બન્યું હતું, અને આજે ફરી એક વખત બન્યું છે. આજે પંચમહાલના ઇતિહાસમાં ખૂબ જ મહત્વનો દિવસ છે. આદિવાસી યુવાનોનું પ્રેરણા સ્થાન બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસો રહ્યા છે. આજે રૂ. 125 કરોડના ખર્ચે જુદા જુદા પ્રકલ્પોનું લોકાર્પણ થવાનું હતું. સાથે જ તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સમગ્ર પંચમહાલની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો ---- Gandhinagar : GMC ની કામગીરીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાજ


