Oscar 2026 : Homebound ફિલ્મની ઓસ્કારમાં એન્ટ્રી, કરણ જોહરે કહ્યું. 'આ ક્ષણ ક્યારે નહીં ભૂલાય'
- હોમબાઉન્ડ ફિલ્મની ઓસ્કારમાં પસંદગી ઇન્ડસ્ટ્રી માટે મોટા સમાચાર
- કરણ જોહરે પોતાની ખુશી સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી
- આગામી સમયમાં આ ફિલ્મમ ભારતમાં રીલીઝ કરવામાં આવશે
Homebound Film Oscar Entry : ઇશાન ખટ્ટર (Ishaan Khatter) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અભિનીત ફિલ્મ "હોમબાઉન્ડ"ની એન્ટ્રીથી 2026 ના ઓસ્કારમાં (Homebound Film Oscar Entry) ભારતનું ગૌરવ વધારશે. આ ફિલ્મને આ વર્ષના એકેડેમી એવોર્ડ્સ માટે પસંદ કરવામાં આવી છે. તેને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મને એકેડેમી એવોર્ડ્સમાં (Academy Award) ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ જાહેરાત શુક્રવાર, 19 સપ્ટેમ્બરના રોજ કોલકાતામાં એન. ચંદ્રા દ્વારા કરવામાં આવી હતી. ચંદ્રા એક દિગ્દર્શક છે, અને તેમણે 2026 ના ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી માટે પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી છે.
View this post on Instagram
કરણ જોહરે કહ્યું, "હું આ ક્ષણ ક્યારેય ભૂલીશ નહીં."
"હોમબાઉન્ડ" નું (Homebound Film Oscar Entry) નિર્દેશન "મસાન" ફેમ ડિરેક્ટર નીરજ ઘાયવાન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સના (Dharma Production) બેનર હેઠળ બનાવવામાં આવી છે. નિર્માતા કરણ જોહરે (Film Director - Karan Johar) ફિલ્મની ઓસ્કાર પસંદગી પર ખુશી વ્યક્ત કરી છે. ખુશી વ્યક્ત કરતા કરણ જોહરે કહ્યું, "અમે ખૂબ જ સન્માનિત છીએ." "મને ખૂબ જ ખુશી છે કે 'હોમબાઉન્ડ' ફિલ્મને એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. નીરજ ઘાયવાનની મહેનત ચોક્કસપણે વિશ્વભરના લાખો લોકોના હૃદયમાં સ્થાન મેળવશે." ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા કરણ જોહરે (Film Director - Karan Johar) લખ્યું, "આ એક 'પિંચ મી' ક્ષણ છે, જે હું ક્યારેય નહીં ભૂલી શકું. મને ખૂબ જ ગર્વ છે કે, અમારી ફિલ્મ 'હોમબાઉન્ડ' ફિલ્મને એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે."
નીરજ ધવને કૃતજ્ઞતા વ્યક્ત કરી
દિગ્દર્શક નીરજ ધવને (Niraj Dhawan) કહ્યું, "મને ખૂબ જ ગર્વ છે કે 'હોમબાઉન્ડ' ફિલ્મને ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આપણી ભૂમિ અને આપણા લોકો પ્રત્યેના પ્રેમથી ભરેલી આ ફિલ્મ આપણા બધાના ઘરના સારને કેદ કરે છે. આપણી વાર્તાઓને દુનિયા સમક્ષ લાવવા અને સિનેમાના સૌથી મોટા વૈશ્વિક પ્લેટફોર્મમાંથી એક પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ એક સન્માન અને વિશેષાધિકાર છે. હું આ માટે ખૂબ જ આભારી છું."
ફિલ્મની વાર્તા શું છે ?
આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. "હોમબાઉન્ડ" (Film Director - Karan Johar) સતત સમાચારમાં રહી છે. તે વિદેશમાં અનેક પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ છે. હવે, તે ભારતીય દર્શકો સુધી પહોંચવા માટે તૈયાર છે. "હોમબાઉન્ડ" (Film Director - Karan Johar) 26 સપ્ટેમ્બર, 2025 ના રોજ ભારતમાં રિલીઝ થશે. આ ફિલ્મ બે મિત્રોની વાર્તા કહે છે: મોહમ્મદ શોએબ (ઈશાન ખટ્ટર) અને ચંદન કુમાર (વિશાલ જેઠવા). બંને પોલીસ યુનિફોર્મ પહેરવાનું સ્વપ્ન જુએ છે. પરંતુ સમાજના અવરોધો વારંવાર તેમના માર્ગમાં આવે છે. શોએબને તેની ધાર્મિક ઓળખ દ્વારા અવરોધવામાં આવે છે, અને ચંદનને તેની જાતિ દ્વારા. આ સંઘર્ષ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું ખરેખર સખત મહેનત અને સમર્પણ પૂરતું છે, કે પછી સમાજની આ જૂની સાંકળો આપણા સપના કરતાં મોટી છે.
આ પણ વાંચો ------ લોકપ્રિય સિંગર Zubeen Garg નું મોત, સિંગાપુરમાં સ્કુબા ડાઇવીંગ કરતા અકસ્માત


