Valsad : ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર, ડબલ મર્ડરનો પોલીસે ઉકેલ્યો ભેદ
- Valsad પોલીસે ડબલ મર્ડરનો ભેદ ઉકેલ્યો
- ઓનર કિલિંગના મુખ્ય આરોપીને અયોધ્યાથી ઝડપી પાડયો
- 21 સપ્ટેમ્બર 2025ના રોજ લવાછા ગામના દુખન કપિલ સાવ અને તેમની પત્ની મુન્નીકુમારી અચાનક ગુમ થયા હતા
- તેમના સગાએ 24 સપ્ટેમ્બરના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી
- પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ શરૂ કરી હત
Valsad : રાજ્યમાં ઓનર કિલિંગની ઘટનાના કારણે ચકચાર મચ્યો છે. બહેનના લગ્નથી નારાજ ભાઈઓએ બહેન અને તેમના પતિની ગોળી મારીને હત્યા કરીને તેમના મૃતદેહને અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે સખ્ત મહેનત પછી કેસનો ભેદ ઉકેલી નાંખ્યો છે. વલસાડ પોલીસે એક સનસનાટીભર્યા ડબલ મર્ડરના કેસમાં મોટી સફળતા મેળવી છે. ઓનર કિલિંગના આ કિસ્સામાં મુખ્ય આરોપીને અયોધ્યાથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટના 21 સપ્ટેમ્બર 2025ના રોજ વલસાડ તાલુકાના લવાછા ગામમાં બનેલી હતી, જ્યાં દુખન કપિલ સાવ અને તેમની પત્ની મુન્નીકુમારી અચાનક ગુમ થયા હતા.
ફરિયાદ નોંધાતા જ પોલીસથી ત્વરિત કાર્યવાહી
આ દંપતીના સગા-સંબંધીઓએ 24 સપ્ટેમ્બરના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત જ તપાસ શરૂ કરી અને ટેક્નિકલ એનાલિસિસ તથા માનવ ગુપ્તચર માહિતીના આધારે કેસને આગળ વધાર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મુન્નીકુમારીના પરિવારજનોને આ દંપતીના લગ્ન મંજૂર ન હતા, જેના કારણે આ ઓનર કિલિંગની ઘટના બની હતી.
બંને મૃતક
ભાઈઓએ જ કરી હત્યા
પોલીસની તપાસમાં સામે આવ્યું કે મુન્નીકુમારીના ભાઈઓ રાકેશ, મુકેશ અને અવધેશ દ્વારકાપ્રસાદ સાવ તથા તેમના અન્ય સાથીઓએ મળીને 21 સપ્ટેમ્બરની રાત્રે આ દંપતીનું અપહરણ કર્યું હતું. તેમને ટ્રેન મારફતે લઈ જઈને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બંનેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને બાદમાં તેમની લાશો અલગ-અલગ જગ્યાઓ પર ફેંકી દેવામાં આવી હતી.
આરોપીઓને અયોધ્યાથી ઝડપી પાડ્યા
પોલીસે આરોપીઓની તપાસમાં મુખ્ય આરોપીને અયોધ્યાથી ઝડપી પાડ્યો છે અને અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે. આ કેસમાં ઓનર કિલિંગનું તત્વ સ્પષ્ટ થતાં સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જાગી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તમામ આરોપીઓને જલ્દી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો- કચ્છ : નકલી Colgate બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત


