Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કિન્નર સાથે સ્ટેજ પર અશ્લીલ ડાન્સ કરતા ટપોરીનો Video Viral થતાં પોલીસે કરી કાર્યવાહી, પાવૈયાની ધરપકડ બાકી

રોડની વચ્ચે ઉભા કરાયેલા સ્ટેજ પર થતાં અશ્લીલ ડાન્સનો Video Viral થતાં તેની પણ અનેક લોકો મજા માણી ચૂક્યાં
કિન્નર સાથે સ્ટેજ પર અશ્લીલ ડાન્સ કરતા ટપોરીનો video viral થતાં પોલીસે કરી કાર્યવાહી  પાવૈયાની ધરપકડ બાકી
Advertisement

Ahmedabad : અમદાવાદ શહેરમાં મુંબઈના ડાન્સ બાર જેવાં દ્રશ્યો ગત મહિને અનેક લોકો જન્મ દિવસની ઊજવણીમાં જોઈ ચૂક્યાં છે. રોડની વચ્ચે ઉભા કરાયેલા સ્ટેજ પર થતાં અશ્લીલ ડાન્સનો Video Viral થતાં તેની પણ અનેક લોકો મજા માણી ચૂક્યાં છે. ખુલ્લેઆમ અશ્લીલ ડાન્સનો Video Viral થતાં મીડિયામાં આ સમાચાર ચમક્યા અને દરમિયાનમાં અમદાવાદની સરદારનગર પોલીસે (Sardarnagar Police) ડાન્સમાં દેખાતા ટપોરી અને મુંબઈના કિન્નર સામે ગુનો નોંધી લુખ્ખાની ધરપકડ કરી.

Video Viral કેવી રીતે થયો ?

ગત સપ્ટેમ્બર મહિનાની 18 તારીખની રાતે અમદાવાદના કુબેરનગર બી-વોર્ડ પાસે સ્ટેજ ઉપર બાર ડાન્સર જેવા કપડા પહેરેલી બે યુવતીઓ એક શખ્સ સાથે નાચતી હોય તેવો વીડિયો સામે આવ્યો. બિભત્સ ડાન્સનો Video Viral થતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, મુકેશ મકવાણાએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર આ વીડિયો મુક્યા હતા. જે વીડિયો કોઈએ રેકૉર્ડ કરીને વાયરલ કર્યા છે.

Advertisement

Video Viral થતાં પોલીસે ટપોરી સામે ગુનો નોંધ્યો

મુંબઈની બાર ડાન્સર (Mumbai Bar Dancer) જેવી હરકતો અને એ પણ રોડની વચ્ચે બનેલા સ્ટેજ પર થઈ તેમજ જન્મ દિવસની ઊજવણી કરાઈ. આ ઘટનાના Video Viral થતાં સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી. રોડ બંધ કરીને સ્ટેજ પર અડધી રાતે અશ્લીલ ડાન્સ થયો. લોકોએ બિભત્સ હરકતો કરનાર પર નોટો ઉડાડી. આ મામલો શહેરભરમાં ચર્ચાના ચગડોળે ચઢતા સરદારનગર પોલીસ સ્ટેશન (Sardarnagar Police Station) માં સોમવારે સાંજે મુકેશ વિભાભાઈ મકવાણા (રહે. 101, બી વોર્ડ કુબેરનગર) તેમજ મુંબઈના કિન્નર સાયબા અન્સારી સામે ફરિયાદ નોંધી. ફરિયાદ નોંધાતાની સાથે જ મુકેશની ધરપકડ કરવામાં આવી. મુકેશની પૂછપરછમાં ખુલાસો થયો કે, તેનો ભાઈ કિન્નર છે અને જન્મ દિવસની ઊજવણી માટે મુંબઈથી ડાન્સર એવા કિન્નર સાયબા અન્સારી (Transgender Dancer) ને લઈને આવ્યો હતો.

Advertisement

સરદારનગર પોલીસે કિન્નરને મુંબઈથી લાવશે

કુબેરનગરના ટપોરી મુકેશ મકવાણાએ વીડિયોમાં પહેરલાં સોનાના દાગીના ખોટા હોવાનો પણ ખુલાસો કર્યો હતો. પોતાના બચાવમાં તેણે કિન્નરો આર્શીવાદ આપવા આવ્યા હોવાનું રટણ પણ કર્યું હતું. વાયરલ વીડિયોમાં અશ્લીલ હરકતો તેમજ અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો પહેરેલા કિન્નરો નજરે પડતાં હોવાથી પોલીસે કાર્યવાહી કરી છે. મુકેશની ધરપકડ બાદ હવે આગામી સમયમાં મુંબઈના સાયબા અન્સારીની સરદારનગર પોલીસ ધરપકડ કરશે.

આ પણ વાંચો - Gandhinagar : દિવાળીમાં સરકારી કર્મચારીઓની લોટરી લાગી! મળી આ મોટી ભેટ!

Tags :
Advertisement

.

×