બનાસકાંઠાના ધાનેરા-થરાદ હાઇવે પર ભયાનક અકસ્માત, 3 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત
બનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઇવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઈવે પર કાર પલટી જતા ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, અકસ્માત બાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ મૃતકોના મૃતદેહને ધાનેરા પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ધાનેરા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 2 દિવસ પહેલા જ અમીરગઢમાં આવો જ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સ્કોર્પિયો કાર કોઇ અન્ય કારનો પીછો કરી રહી હતી તે સમયે પલટી ગઇ હોવાની ચર્ચા ચાલી રહી છે . સ્કોર્પિયો કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર ત્રણ દુકાનના શેડ અને શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. જો કે હાલ તો પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને તપાસ શરૂ કરી હતી.
મૃતકો ડીસા તાલુકાના રહેવાસી
આ બનાવમાં મોતને ભેટેલા ત્રણ લોકોમાંથી એક ડીસા તાલુકાના પામરુ ગામના અને બે લોકો વરણ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ચાર ઘાયલોને સારવાર માટે ધાનેરા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોનાં નામની યાદી
- પ્રહલાદભાઈ
- ચેહરાભાઈ પોપટભાઈ ઠાકોર
- મુકેશસિંહ ઉર્ફ બકુભા મંગળસિંહ પરમાર
ઈજાગ્રસ્તોનાં નામની યાદી
- સુરેશભાઈ વેનાજી ઠાકોર
- દિનેશભાઈ ચતુરજી સોલંકી
- શક્તિભા મેરુભા દરબાર
- જગદીશભાઈ રબારી
આ પણ વાંચો : રાજકોટ : SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટએટેક આવતા મોત


