Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : SP રિંગ રોડ પર ભયાનક અકસ્માત : વૈષ્ણોદેવી સર્કલ પાસે ડમ્પરની ટક્કરથી એક્ટિવા ચાલકનું મોત

Ahmedabad : એસપી રિંગ રોડ પર થયેલા ભયંકર અકસ્માતમાં વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું છે, ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને પાછળથી ટક્કર મારતા તે ડમ્પરની નીચે ઘુસી ગયો હતો. આ દરમિયાન આગ લાગી ગઈ હતી, જેમાં એક્ટિવા ચાલક પોતે બળીને ખાખ થઈ ગયો હતો.
ahmedabad   sp રિંગ રોડ પર ભયાનક અકસ્માત   વૈષ્ણોદેવી સર્કલ પાસે ડમ્પરની ટક્કરથી એક્ટિવા ચાલકનું મોત
Advertisement
  • Ahmedabad : સરદારધામ પાસે SP રિંગ રોડ પર મોતનો અકસ્માત : ટુ-વ્હીલર અને ડમ્પર વચ્ચે ટક્કર પછી પેટ્રોલ લીકથી આગ
  • અમદાવાદ SP રિંગ રોડ પર એક્ટિવા ચાલકનું મોત, 4 ફાયર વાહનો તૈનાત
  • ડમ્પરે એક્ટિવાને ઠોકર મારતાં મોત અને આગ : સરદારધામ વિસ્તારમાં SP રિંગ રોડ પર ભયાનક અકસ્માત
  • અમદાવાદમાં SP રિંગ રોડનો મોતનો માર્ગ : વૈષ્ણોદેવી સર્કલ પાસે ટુ-વ્હીલર અને ડમ્પર અકસ્માતમાં એકનું મોત, ડમ્પર બળીને ખાખ

Ahmedabad : ગુજરાતના અમદાવાદ શહેરમાં સરદાર પટેલ રિંગ રોડ (SP રિંગ રોડ) પર આજે વૈષ્ણોદેવી સર્કલ પાસે એક ભયાનક અકસ્માત થયો, જેમાં એક્ટિવા (સ્કૂટર) અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં ટુ-વ્હીલરના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અકસ્માત પછી એક્ટિવાનું પેટ્રોલ ટેક પરથી ઢોળાઈ જતાં વાહનમાં અચાનક આગ લાગી ગઈ હતી. જે આગ ડમ્પરમાં ફેલાઈ ગઈ હતી. જેથી ડમ્પર પણ બળીને ખાખ થઈ ગયો હતો. આ દરમિયાન ડમ્પરની અંદર આવી ગયેલો એક્ટિવા ચાલક પણ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડને કોલ મળતાં 4 વાહનો ઝડપથી પહોંચ્યા અને તેમણે આગ પર કંટ્રોલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના SP રિંગ રોડ પર વધતા અકસ્માતોનો ચિતાર આપી રહી છે.

ડમ્પરે એક્ટિવાને મારી ટક્કર

Advertisement

ઘટના સરદારધામ વિસ્તારમાં SP રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલની નજીક બપોરેના સમયે અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર, એક્ટિવા પર સફર કરતા યુવાન ચાલક SP રિંગ રોડ પરથી જઈ રહ્યો હતો, જ્યારે પાછળથી આવતા એક ડમ્પરે તેને ઝડપથી ટક્કર મારી હતી. આ ટક્કર પછી એક્ટિવા ચાલક ડમ્પરના નીચે આવી ગયો હતો. આ દરમિયાન એક્ટિવમાંથી લિક થયેલા પેટ્રોલના કારણે એક્ટિવમાં આગ લાગી હતી અને તે આગ ધીમે-ધીમે ડમ્પર સુધી ફેલાઈ ગઈ હતી. જોરદાર ટક્કરના કારણે બેહોશ બનેલો યુવક પણ આગની ચપેટમાં આવી ગયો હતો.

Advertisement

આ પણ વાંચો- Vadodara : સોશિયલ મીડિયા પર એક પોસ્ટથી લાપતા યુવકોને શોધી કાઢતી પોલીસ

Ahmedabad : એક્ટિવા ચાલક પણ બળીને ખાખ

જ્યાર સુધી ફાયર બ્રિગેડની ગાડીઓ આવતી ત્યાર સુધી એક્ટિવા ચાલક અને ડમ્પર બંને આગમાં ખાખ થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને કોલ કર્યો. ફાયર કંટ્રોલ રૂમને માહિતી મળતાં જ 4 ફાયર ટેન્ડર વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર કંટ્રોલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. મળી રહેલી માહિતી અનુસાર, ડમ્પર ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની તપાસ ચાલુ છે. અકસ્માતમાં કોઈ અન્ય વ્યક્તિને ઇજા નથી થઈ, પરંતુ ટ્રાફિક જામ થયો હતો જેને કારણે SP રિંગ રોડ પર 1 કલાક સુધી વાહનોની લાંબી કતાર લાગેલી રહી હતી.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ એસજી હાઈવે અને એસપી રિંગરોડ પર અકસ્માતોની સંખ્યામાં ખુબ જ વધારો થયો છે. આ એક ચિંતાનો વિષય છે. જોકે, સરકારે રિંગરોડના વિકાસ માટે એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. તેથી આગામી સમયમાં અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા દૂર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

આ પણ વાંચો- Ahmedabad : ગોદરેજ ગાર્ડન સિટીમાં સેલેસ્ટિયા મામલો, શ્રી સિદ્ધી ગ્રુપની પ્રતિબદ્ધતા, ટેકનિકલ કારણોસર તોડફોડ – બાંધકામ ફરી શરૂ થશે!

Tags :
Advertisement

.

×