Punjab ના ભટિંડામાં હચમચાવી નાખતો માર્ગ અકસ્માત, બસ નાળામાં ખાબકતા 8નાં મોત અનેક ઘાયલ
- ખાનગી કંપનીની બસ કાબૂ બહાર જઈને નાળામાં પડી
- સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી
- એનડીઆરએફની ટીમ પણ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ
Punjab ના ભટિંડામાં કોટશમીર રોડ પર પુલ પરથી પસાર થતી વખતે એક બસ નાળામાં ખાબકી છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા મુસાફરો ઘાયલ થયા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા છે. જેમાં અકસ્માત (Accident)ના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

road accident in Bathinda, Punjab 1 @ Gujarat First
એનડીઆરએફની ટીમ પણ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ
પંજાબ (Punjab) ના ભટિંડામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો છે. ખાનગી કંપનીની બસ કાબૂ બહાર જઈને નાળામાં પડી હતી, જેમાં 8 લોકોના મોત થયા હતા. બસમાં મુસાફરી કરી રહેલા ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાં પોલીસ પહોંચી અને જણાવ્યું કે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભટિંડાના કોટશમીર રોડ પર પુલ પરથી પસાર થતી વખતે એક બસ નાળામાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા હતા. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા છે. અકસ્માત (Accident)ના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ પણ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે લગભગ 1.30 વાગ્યે, સ્થાનિક મુસાફરોને લઈને 52 સીટર ખાનગી બસ સરદુલગઢથી ભટિંડા જવા રવાના થઈ હતી. જ્યારે બસ તલવંડી સાબોથી મુસાફરોને લઇ ભટિંડા તરફ જઈ રહી હતી, ત્યારે જીવન સિંહ વાલા ગામથી થોડે દૂર ભાંગીબંદર પાસે એક ગંદુ નાળું પસાર થાય છે. આ નાળા પાસે સવારથી વરસાદના કારણે રોડ પર કાંપ હતો. આ દરમિયાન દોડી રહેલી બસ જ્યારે નાળા પર બનેલા પુલ પરથી પસાર થવા લાગી ત્યારે સામેથી એક ટ્રક આવી રહી હતી, જેના કારણે બસના ચાલકે બસને સાઇડ આપવા માટે બસને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના કારણે રસ્તો ખરાબ હોવાથી તે બસને કાબૂમાં રાખી શક્યો નહીં અને બસ બ્રિજની લોખંડની રેલિંગ તોડીને ગંદકીથી ભરેલી નાળામાં પડી. જેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 35 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનના તત્કાલિન PM ને મોદીએ આપ્યો હતો જડબાતોડ જવાબ, જુઓ Video


