Tripura ની હોટલ અને રેસ્ટોરન્ટમાં બાંગ્લાદેશીઓને એન્ટ્રી નહીં, કેમ લેવાયો નિર્ણય?
- Tripura એ બાંગ્લાદેશીઓને લઈને મોટી જાહેરાત કરી
- Tripura માં બાંગ્લાદેશી પ્રવાસીઓ માટે નો-એન્ટ્રી લાગુ
- ભારતીય ધ્વજના અપમાનને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરા (Tripura)એ બાંગ્લાદેશીઓને લઈને મોટી જાહેરાત કરી છે. ત્રિપુરા (Tripura)માં બાંગ્લાદેશી પ્રવાસીઓ માટે નો-એન્ટ્રી લાગુ કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં ભારતીય ધ્વજના અપમાનને ધ્યાનમાં રાખીને, ઓલ ત્રિપુરા (Tripura) હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશન (ATHROA) એ બાંગ્લાદેશી પ્રવાસીઓને તેની સેવાઓ ન આપવાનો નિર્ણય કર્યો છે. એસોસિએશને આ માહિતી આપી છે.
હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન તરફથી નિવેદન...
ATHROA ના જનરલ સેક્રેટરી સૈકત બંદ્યોપાધ્યાયે જણાવ્યું હતું કે, સોમવારે યોજાયેલી આપાતકાલીન બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું અને બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓનો એક વર્ગ લઘુમતીઓને હેરાન કરી રહ્યો છે. આવી ઘટનાઓ પહેલા પણ બનતી હતી, પરંતુ હવે બંદોપાધ્યાયે કહ્યું, "બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ ખરેખર ચિંતાજનક છે."
STORY | Hotels, restaurants in Tripura announce they won't serve Bangladeshis
READ: https://t.co/LO520MY3UP pic.twitter.com/u1crv6jrqU
— Press Trust of India (@PTI_News) December 3, 2024
આ પણ વાંચો : Punjab ના પૂર્વ ડેપ્યુટી CM ને મળી વાસણો સાફ કરવાની સજા!, જાણો શું હતી તેમની ભૂલ?
બાંગ્લાદેશના કોઈપણ દર્દીની સારવાર ન કરવાની જાહેરાત...
અગાઉ, ખાનગી હોસ્પિટલ 'ILS હોસ્પિટલ'એ પાડોશી દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં બાંગ્લાદેશના કોઈપણ દર્દીની સારવાર નહીં કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : Jammu and kashmir ના Srinagar માં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર...


