Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hrithik Roashan:રિતિક રોશને ગર્લફ્રેન્ડના બર્થડે પર વરસાવ્યો પ્રેમ!

Hrithik Roashan:બોલીવુડ સુપરસ્ટાર (Bollywood)રિતિક રોશ(Hrithik Roashan)ને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ(Saba Azad)ને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.
hrithik roashan રિતિક રોશને ગર્લફ્રેન્ડના બર્થડે પર વરસાવ્યો પ્રેમ
Advertisement
  • રિતિક રોશ તેની ગર્લફ્રેન્ડ જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
  • સબારે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ શેર કરી
  • રિતિક રોશનના સુઝેન ખાન સાથે થયા છૂટાછેડા

Hrithik Roashan:બોલીવુડ સુપરસ્ટાર (Bollywood)રિતિક રોશ(Hrithik Roashan)ને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ(Saba Azad)ને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. રિતિકે તેના ઈન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક ડેટ્સની તસવીરો શેર કરીને સબાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સબા સાથેની તસવીરો પોસ્ટ કરતાં રિતિકે લખ્યું છે કે'હેપ્પી બર્થ ડે સબા, તું હોવા બદલ આભાર.રિતિક રોશનની આ પોસ્ટ પર બોલીવુડ ડાયરેક્ટર ઝોયા અખ્તરે પણ કોમેન્ટ કરી છે. જેમાં ઝોયાએ હેપ્પી બર્થ ડે સબા લખ્યું હતું. આ સાથે ઝોયાના ભાઈ ફરહાન અખ્તરે પણ સબાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બંને સ્ટાર્સની સાથે ફેન્સે પણ આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં સબાને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Advertisement

રોમેન્ટિક ડેટ પર ગયો રિતિક રોશન

બોલીવુડ સ્ટાર રિતિક રોશન છેલ્લા કેટલાક સમયથી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંનેએ પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે. આ સ્ટાર કપલ પોતાની રોમેન્ટિક ડેટ્સ અને અંગત જીવનની સુંદર ક્ષણો પણ ફેન્સ સાથે શેર કરે છે. રિતિક રોશન તેની ગર્લફ્રેન્ડના જન્મદિવસ પર રોમેન્ટિક ડેટ પર ગયો હતો અને બંનેએ એક રેસ્ટોરન્ટમાં ડિનર કર્યું હતું. રિતિક રોશને તેના ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રિતિક રોશન સબા સાથે એન્જોય કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો -બોલિવૂડના પ્રખ્યાત ફેશન Fashion designer Rohit Bal નું હૃદય રોગથી થયું નિધન

રિતિક રોશનના સુઝેન ખાન સાથે થયા છૂટાછેડા

તમને જણાવી દઈએ કે રિતિક રોશને 2014માં તેની પત્ની સુઝેન ખાન સાથે છૂટાછેડા લીધા હતા. વર્ષ 2000માં રિતિક રોશને ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પોતાની પહેલી જ ફિલ્મથી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર એક્ટર રિતિક રોશને આ વર્ષે સુઝૈન ખાન સાથે લગ્ન કર્યા.

આ પણ  વાંચો -વરુણ ધવનની ફિલ્મ Baby John નું ટીઝર રિલીઝ, આ તારીખે થશે રિલીઝ

સબા આઝાદ સાથે રિલેશનશિપમાં છે રિતિક રોશન

લગ્ન બાદ બંને વચ્ચે ઘણો પ્રેમ હતો અને તેને બે પુત્રો પણ હતા. પરંતુ થોડા વર્ષો પછી બંને વચ્ચે વિવાદ શરૂ થયો અને બંનેએ એકબીજાની સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો. 2014માં રિતિક રોશને સુઝેન ખાનને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી રિતિક રોશન છેલ્લા કેટલાક સમયથી સબા આઝાદ સાથે રિલેશનશિપમાં છે. રિતિક ખુલ્લેઆમ તેના સંબંધોને સ્વીકારે છે અને ઘણી વખત ફેન્સ સાથે તસવીરો શેર કરે છે.

Tags :
Advertisement

.

×