વલસાડ જિલ્લામાં નાનાપોંઢાને નવો તાલુકો જાહેર કરતા ભારે વિરોધ, મોટાપોંઢાના સરપંચે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું
- વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ને જાહેરાતને લઈને વિરોધ
- નાનાપોંઢાને તાલુકો જાહેર કરવામાં આવતા ભારે વિરોધ
- મોટાપોંઢાના સરપંચ સહિત લોકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદન
- "મોટાપોંઢાની સરખામણીએ નાનાપોંઢામાં સુવિધાનો અભાવ"
- મોટાપોંઢાને વડુમથક અથવા તાલુકો જાહેર કરવા લોકોની માગ
ગુજરાત સરકારે આજે નવા 17 તાલુકાની જાહેરાત કરી છે. આ નવા જાહેર કરાયેલા તાલુકાને લઇને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે,જયારે અમુક જગ્યાએ વિરોધનો વંટોળ પણ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લામાં પણ આવો જ વિવાદ સામે આવ્યો છે. જ્યાં નાનાપોંઢાને તાલુકા તરીકે જાહેર કરવામાં આવતા મોટાપોંઢા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોટાપોંઢા ગામના સરપંચ સહિતના ગ્રામજનો અને આગેવાનોએ આજે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મોટાપોંઢાને વડું મથક અથવા નવો તાલુકો જાહેર કરવાની માંગ કરી છે.
વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ને તાલુકો જાહેર કરતા વિરોધ
નોંધનીય છે કે મોટાપોંઢાના લોકોનો મુખ્ય વિરોધ એ છે કે, નાનાપોંઢાની સરખામણીએ મોટાપોંઢામાં વધુ સુવિધાઓ અને માળખાગત સગવડો ઉપલબ્ધ છે. ગ્રામજનોનો દાવો છે કે મોટાપોંઢામાં સરકારી કચેરીઓ, શિક્ષણ સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો અને પરિવહનની વધુ સારી વ્યવસ્થા છે. જે તેને તાલુકા મથક બનવા માટે યોગ્ય બનાવે છે.આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે મોટાપોંઢાને અવગણીને નાનાપોંઢાને તાલુકા તરીકે જાહેર કરવું એ સ્થાનિક લોકો સાથે અન્યાય છે. આ નિર્ણયથી ભવિષ્યમાં વહીવટી કામગીરી અને લોકોની સુવિધાને અસર થઈ શકે છે.
વલસાડ જિલ્લા નાનાપોંઢા ને તાલુકો જાહેર કરતા વિરોધ
ઉલ્લેખીય છે કે આ મુદ્દે સ્થાનિક આગેવાનોએ સરકાર સમક્ષ યોગ્ય વિચારણા કરીને મોટાપોંઢાને તાલુકા તરીકે જાહેર કરવા અથવા વડું મથક બનાવવાની માંગણી કરી છે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. આ પ્રકારનો વિવાદ રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં પણ જોવા મળી રહ્યો છે, જ્યાં નવા તાલુકાઓની જાહેરાતને લઈને લોકોમાં અસંતોષ છે.મોટાપોંઢાના લોકોનો મુખ્ય વિરોધ એ છે કે, નાનાપોંઢાની સરખામણીએ મોટાપોંઢામાં વધુ સુવિધાઓ અને માળખાગત સગવડો ઉપલબ્ધ છે. ગ્રામજનોનો દાવો છે કે મોટાપોંઢામાં સરકારી કચેરીઓ, શિક્ષણ સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો અને પરિવહનની વધુ સારી વ્યવસ્થા છે, જે તેને તાલુકા મથક બનવા માટે યોગ્ય બનાવે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં નવા 17 તાલુકાની જાહેરાત પર કોંગ્રેસના ડૉ. મનીષ દોશીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું....


