ભારતમાં E-visa ની માંગમાં ભારે ઉછાળ, 50થી વધુ દેશોમાં સરળ પ્રવેશ
- ભારતમાં E-visa માટે 82 ટકા ભારતીયોએ અરજી કરી
- એટલીઝે આ અહેવાલ 10 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર કર્યો
- ઘણા દેશોએ ઈ-વિઝા અને ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશનની સુવિધા અપનાવી
એટલીઝના તાજેતરના અહેવાલ મુજબ 2025માં ભારતીય પ્રવાસીઓ દ્વારા ઈ-વિઝા માટે અરજીઓમાં 82 ટકાનો ઉછાળો નોંધાયો છે. જે ગયા વર્ષે 2024માં 79 ટકા હતો. વિઝા પ્રોસેસિંગ પ્લેટફોર્મ એટલીઝે આ અહેવાલ 10 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કર્યો, જેમાં ભારતીયો માટે ડિજિટલ એન્ટ્રી સરળ બનાવનાર દેશોની યાદી અને વિઝા સંબંધિત માહિતી સામેલ છે.અટલીઝે આજે આ અહેવાલ જારી કર્યો છે, જેમાં ભારતીયો માટે ડિજિટલ વિઝા પ્રક્રિયાને સરળ બનાવનારા 50થી વધુ દેશોની યાદી આપવામાં આવી છે. અહેવાલમાં વિઝાના સમય અને માન્યતા સંબંધિત વિગતો પણ સામેલ છે. છેલ્લા દશકામાં ઘણા દેશોએ ઈ-વિઝા અને ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (eTA)ની સુવિધા અપનાવી છે, જેનાથી પ્રવાસનમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય પ્રવાસીઓ મોટેભાગે આવા દેશોને પ્રાધાન્ય આપે છે.
E-visa લોકપ્રિયતાનું કારણ
એટલીઝના સ્થાપક મોહક નાહટાના જણાવ્યા અનુસાર, ઈ-વિઝાની ઝડપી અને સરળ પ્રક્રિયા ભારતીય પ્રવાસીઓને આકર્ષે છે. ઓનલાઈન અરજી અને ઝડપી મંજૂરીની સુવિધાને કારણે પ્રવાસીઓ ગમે ત્યારે મુસાફરીનું આયોજન કરી શકે છે. આ સુવિધાએ ઈ-વિઝા આપતા દેશોમાં પ્રવાસનમાં નોંધપાત્ર વધારો કર્યો છે, કારણ કે ભારતીય પ્રવાસીઓ આવા દેશોને પ્રાધાન્ય આપે છે.
E-visa માં ભારતીયોની પસંદગીના દેશો
અહેવાલ અનુસાર, શ્રીલંકા ભારતીય પ્રવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે. જ્યાં ઈ-વિઝા અરજીઓમાં સાત ગણો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, યુએઈ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા અને સિંગાપોર જેવા દેશો પણ ભારતીયોની પસંદગીમાં ટોચ પર છે. આ દેશો 14થી 90 દિવસની માન્યતા સાથે ઈ-વિઝા પૂરા પાડે છે.
આફ્રિકા અને યુરોપમાં E-visa સુવિધા
આફ્રિકન દેશો જેવા કે ઇજિપ્ત, કેન્યા, તાંઝાનિયા, યુગાન્ડા અને મોરોક્કો 30થી 90 દિવસના ઈ-વિઝા પ્રદાન કરે છે. યુરોપમાં અલ્બેનિયા, મોલ્ડોવા અને રશિયા પણ ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઓનલાઈન વિઝા અરજી સુવિધા આપે છે, જેનાથી મુસાફરી વધુ સરળ બની છે.
પ્રવાસન અને E-visa નો સંબંધ
એટલીઝનો અહેવાલ દર્શાવે છે કે ઈ-વિઝા સુવિધા અપનાવનાર દેશોમાં પ્રવાસનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ભારતીય પ્રવાસીઓની વધતી સંખ્યા એ દેશો તરફ આકર્ષાય છે જે ઝડપી અને ડિજિટલ વિઝા પ્રક્રિયા પૂરી પાડે છે. આ વલણ ભારતીય પ્રવાસીઓની બદલાતી પસંદગીઓ અને સરકારોની પ્રવાસન-મૈત્રીપૂર્ણ નીતિઓને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો: Nepal માં હિંસા બાદ કાઠમંડુ એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યું, પ્રવાસીઓ માટે રાહત


