Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હું સંપૂર્ણપણે નિર્દોષ,બ્રિજભૂષણ સિંહનો દાવો

ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ આજે એટલે કે 29 એપ્રિલના રોજ મીડિયા સમક્ષ તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી અને આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ખેલાડીઓ વારંવાર તેમના નિવેદન બદલી રહ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે...
હું સંપૂર્ણપણે નિર્દોષ બ્રિજભૂષણ સિંહનો દાવો
Advertisement

ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ આજે એટલે કે 29 એપ્રિલના રોજ મીડિયા સમક્ષ તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી અને આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ખેલાડીઓ વારંવાર તેમના નિવેદન બદલી રહ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે FIR નોંધાઈ છે તો પછી ખેલાડીઓ ધરણા પર કેમ બેઠા છે ?

દિલ્હી પોલીસે ગઈકાલે બે FIR નોંધી
દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ગઈકાલે બે FIR નોંધી હતી. દિલ્હી પોલીસે યૌન ઉત્પીડનના મામલામાં બીજેપી નેતા વિરુદ્ધ બે FIR નોંધી હતી. સગીર ખેલાડીની ફરિયાદ પર POCSO કેસ પણ છે. જોકે FIR નોંધાયા બાદ પણ ખેલાડીઓની હડતાળ ચાલુ છે. બૃજ ભૂષણ શરણ સિંહે કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપશે. સાથે જ તેમણે આ ઘરણા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. બ્રિજ ભૂષણે કહ્યું કે FIR દાખલ કરવાની વાત થઈ છે. મારી પાસે અત્યારે FIRની કોપી નથી. પરંતુ FIR તો થઈ જ હશે. મને તેમાં કંઈ ખોટું દેખાતું નથી. મને દિલ્હી પોલીસ પર પૂરો વિશ્વાસ છે. મને કોઈ ફરિયાદ નથી. હું સાવ નિર્દોષ છું.

Advertisement

Advertisement

બ્રિજભૂષણે કુસ્તીબાજો પર આરોપ લગાવ્યા
કુસ્તીબાજો પર આરોપ લગાવતા બ્રિજભૂષણે કહ્યું તેમની માંગ પણ સતત વધી રહી છે. પહેલા FIRની માંગણી કરી હતી ત્યારબાદ રાજીનામાની માંગણી કરી હતી અને તે પછી જેલમાં નાખવાની માંગણી કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે મને આ લોકસભા સાંસદનું પદ વિનેશ ફોગટની કૃપાથી નહી ચૂંટણી લડીને મળ્યું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ખેલાડીઓના ધરણા નથી. એક જ પરિવાર છે અને તેમાં એક જ અખાડો છે. તેણે સવાલ ઉઠાવ્યો કે હરિયાણા અને દેશના અન્ય રાજ્યોમાંથી ખેલાડીઓ કેમ નથી. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણાના 90 ટકા ખેલાડીઓ અને પરિવાર બૃજભૂષણ સાથે છે

આ પણ  વાંચો- ગાળો આપવી કોંગ્રેસનો ઇતિહાસ છે…! PM MODI કર્ણાટકમાં ગર્જ્યા..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×