'I.N.D.I.A. ની 2 બેઠકો થતાની સાથે જ LPG ના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો...', મમતા બેનર્જીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના નિર્ણય પર ટોણો માર્યો છે. હકીકતમાં, નરેન્દ્ર મોદી સરકારે તહેવારોના સમયે એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો છે. મોંઘવારીથી પીડિત લોકોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આ અંગે ટોણો મારતા કહ્યું હતું કે INDIA ગઠબંધનની બે બેઠકો યોજાતાની સાથે જ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું, 'અત્યાર સુધી, છેલ્લા બે મહિનામાં INDIA ગઠબંધન દ્વારા માત્ર બે બેઠકો યોજવામાં આવી છે અને આજે, અમે જોઈ રહ્યા છીએ કે એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે.' મમતા બેનર્જીએ આગળ લખ્યું કે આ INDIA ની શક્તિ છે.
Till now, only TWO meetings have been held in the past TWO months by the INDIA alliance and today, we see that LPG prices have gone down by Rs. 200.
ये है #INDIA का दम!
— Mamata Banerjee (@MamataOfficial) August 29, 2023
લાલુએ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું
જણાવી દઈએ કે INDIA ગઠબંધનની ત્રીજી બેઠક મુંબઈમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓ ભાગ લેશે. આ ગઠબંધનની પ્રથમ બે બેઠક પટના અને બેંગલુરુમાં થઈ છે. મુંબઈમાં યોજાનારી આ બેઠક પહેલા RJD ચીફ લાલુ યાદવે પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'અમે આજે મુંબઈમાં નરેન્દ્ર મોદીની ગરદન પર ચઢવાના છીએ. લાલુએ મુંબઈમાં યોજાનારી INDIA ગઠબંધનની બેઠક માટે મુંબઈ રવાના થતા પહેલા પટના એરપોર્ટ પર આ વાત કહી.
‘જ્યારથી ‘INDIA’ ગઠબંધન થયું છે ત્યારથી ભાજપનું જીવન મુશ્કેલ છે’
લાલુએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે ‘INDIA’ નામ રાખ્યા બાદ ભાજપ પાર્ટીનું જીવન મુશ્કેલ બની ગયું છે. અમે સમગ્ર દેશમાં ભાજપ સામે મજબૂતીથી લડીશું. આ વખતે 2024 ની લોકસભા ચૂંટણીમાં દરેક સીટ પર સીધો મુકાબલો થશે, એક તરફ બીજેપી પાર્ટીના ઉમેદવારો હશે, તો બીજી તરફ INDIA એલાયન્સના ઉમેદવારો હશે. ‘INDIA’ નામની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. હવે 2024 ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો સફાયો થઈ જશે.
INDIA ગઠબંધનની બે બેઠકો થઈ ચૂકી છે. 2024 ની લોકસભા ચૂંટણી માટે ભાજપ વિરુદ્ધ રચાયેલા ‘INDIA’ ગઠબંધનની ત્રીજી બેઠક 31 ઓગસ્ટથી બે દિવસ માટે યોજાવાની છે. 1 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ બેઠક મુંબઈમાં યોજાશે. બેઠકનો એજન્ડા લગભગ નક્કી છે.
આ પણ વાંચો : Madhya Pradesh ની ચૂંટણીમાં નવા ચહેરા પર દાવ લગાવવાની તૈયારી, ભાજપ 60 ધારાસભ્યોની ટિકિટ કાપશે…!


