ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi : હું તમારી સેવા કરી શકીશ નહીં, PM મોદીએ આવું શા માટે કહ્યું?

PM મોદીએ વડીલોની માફી માંગી આજે ગેરંટી પૂરી થઈ રહી છે - PM મોદી હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને બચાવવાનું લક્ષ્ય આયુર્વેદ દિવસના અવસર પર PM મોદીએ મંગળવારે શિલાન્યાસ કર્યો અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. PM...
05:07 PM Oct 29, 2024 IST | Dhruv Parmar
PM મોદીએ વડીલોની માફી માંગી આજે ગેરંટી પૂરી થઈ રહી છે - PM મોદી હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને બચાવવાનું લક્ષ્ય આયુર્વેદ દિવસના અવસર પર PM મોદીએ મંગળવારે શિલાન્યાસ કર્યો અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. PM...
  1. PM મોદીએ વડીલોની માફી માંગી
  2. આજે ગેરંટી પૂરી થઈ રહી છે - PM મોદી
  3. હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને બચાવવાનું લક્ષ્ય

આયુર્વેદ દિવસના અવસર પર PM મોદીએ મંગળવારે શિલાન્યાસ કર્યો અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. PM એ ધનતેરસ અને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિની પણ શુભેચ્છાઓ પાઠવી છે. આ દરમિયાન PM મોદીએ દિલ્હી (Delhi) અને પશ્ચિમ બંગાળના વડીલોની માફી માંગી છે. PM મોદીએ કહ્યું કે, તેઓ તેમની સેવા કરી શકશે નહીં. ચાલો જાણીએ PM મોદીએ આવું કેમ કહ્યું.

PM મોદીએ વડીલોની માફી માંગી...

PM મોદીએ કહ્યું છે કે, હું દિલ્હી (Delhi) અને પશ્ચિમ બંગાળમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોની માફી માંગુ છું કે હું તમારી સેવા કરી શકીશ નહીં. હું જાણું છું કે તમે પીડિત છો, પરંતુ હું તમારી મદદ કરી શકીશ નહીં, કારણ કે તેમના રાજકીય હિતોને કારણે દિલ્હી (Delhi) અને પશ્ચિમ બંગાળની સરકારો 'આયુષ્માન ભારત યોજના'માં જોડાઈ રહી નથી.

PM એ યોજનાનું લક્ષ્ય જણાવ્યું...

PM મોદીએ કહ્યું કે, આ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજનાનો હેતુ હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ માટે ₹5 લાખ સુધીનું વ્યાપક કવરેજ પૂરું પાડવાનો છે, પરંતુ અફસોસની વાત એ છે કે રાજકીય હિતોએ તમારા રાજ્યોમાં તેના અમલીકરણમાં અવરોધ ઊભો કર્યો છે.

આ અન વાંચો : High Court ની યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ સ્ટ્રીમિંગમાં અશ્લીલ વીડિયો....

આજે ગેરંટી પૂરી થઈ રહી છે - PM મોદી

PM મોદીએ કહ્યું કે, ચૂંટણી સમયે મેં બાંહેધરી આપી હતી કે ત્રીજા કાર્યકાળમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને 'આયુષ્માન યોજના' હેઠળ લાવવામાં આવશે. આજે ધન્વંતરી જયંતિના દિવસે આ ગેરંટી પૂરી થઈ રહી છે. હવે દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને હોસ્પિટલમાં મફત સારવાર મળશે. આવા વૃદ્ધોને આયુષ્માન વય વંદના કાર્ડ આપવામાં આવશે. આ યોજના સીમાચિહ્નરૂપ સાબિત થશે. જો ઘરના વડીલો પાસે આયુષ્માન વય વંદના કાર્ડ હશે તો પરિવારનો ખર્ચ ઓછો થશે અને તેમની ચિંતાઓ પણ ઓછી થશે.

આ અન વાંચો : PM-JAY Scheme નો પીએમ મોદીએ વધાર્યો વ્યાપ, વાંચો કેવી રીતે મેળવી શકો લાભ

આ વખતે દિવાળી ઐતિહાસિક છે - PM મોદી

આ અવસર પર PM મોદીએ કહ્યું કે, આજે અખો દેશ ધનતેરસનો તહેવાર અને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. હું તમને બધાને ધનતેરસ અને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિની શુભેચ્છા પાઠવું છું. આ દિવસે, દેશમાં મોટી સંખ્યામાં લોકો તેમના ઘ માટે કંઇક નવું ખરીદે છે. હું ખાસ કરીને દેશના વેપારી મિત્રોને અભિનંદન આપું છું. આપ સૌને આગાઉથી દિવાળીની શુભકામનાઓ. PM મોદીએ કહ્યું કે, આ વખતની દિવાળી ઐતિહાસિક છે. 500 વર્ષ પછી આવી તક આવી છે જયારે અયોધ્યામાં તેમના જન્મસ્થળ પર બનેલા રામલલાના મંદિરમાં હજારો દીવા પ્રગટાવવામાં આવશે. અદ્ભુત ઉજવણી થશે. આ એવી દિવાળી હશે, જયારે આપના આપણા રામ ફરી એકવાર પોતાના ઘરે આવ્યા છે, અને આ વખતે આ રાહ 14 વર્ષ પછી નહીં, પરંતુ 500 વર્ષ પછી પૂરી થઇ રહી છે.

આ અન વાંચો : દિવાળી પહેલા દેશના આ મંદિરોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Tags :
Ayushman Bharat Yojanadelhi Ayushman BharatGujarati NewsIndiaNationalPM Modi apologizepm narendra modiwest bengal Ayushman Bharat
Next Article