ICCએ Suryakumar Yadav ને પહલગામ નિવેદન મામલે આપી ચેતવણી, મેચ ફી પણ કાપી
- ICCએ Suryakumar Yadav ને રાજકિય નિવેદન બદલ ચેતવણી
- Suryakumar Yadavએ પહલગામ મામલે આપ્યું હતું નિવેદન
- ICCએ Suryakumar Yadavની મેચ ફી કાપી
ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) પર પાકિસ્તાન સામેની તાજેતરની મેચ દરમિયાનના તેમના પહલગામ નિવેદન બદલ મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચમાં પાકિસ્તાન ટીમે સૂર્યકુમાર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.
Suryakumar Yadav has been fined 30% of his match fees as he was found guilty of breaching the code of conduct for his comments that alluded to the military skirmish between India and Pakistan, after their group match in the Asia Cup on September 14 👉https://t.co/v1Qa7243LB pic.twitter.com/CDMS3XSQpd
— ESPNcricinfo (@ESPNcricinfo) September 26, 2025
ICCએ Suryakumar Yadav ને દોષિત જાહેર કર્યો
નોંધનીય છે કે મેચ સમાપ્ત થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન પરની જીતને પહલગામના પીડિતો અને સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી. આ ટિપ્પણીને ICCના નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું, કારણ કે તે રમતના મેદાન પર રાજકીય નિવેદનો આપવા પર પ્રતિબંધ મૂકે છે.આ મામલાની સુનાવણી ICC મેચ રેફરી રિચી રિચાર્ડસન દ્વારા કરવામાં આવી હતી.આ દંડ ઉપરાંત, સૂર્યકુમાર યાદવને સત્તાવાર રીતે ચેતવણી (Warning) પણ આપવામાં આવી છે કે તેઓ ટૂર્નામેન્ટની આગામી મેચોમાં કોઈપણ પ્રકારના રાજકીય કે સંવેદનશીલ નિવેદનો ન આપે.
Suryakumar Yadav એ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા
ઉલ્લેખનીય છે કે આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાએ એપ્રિલમાં થયેલા પહલગામ હુમલાના વિરોધમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો, જેમાં ભારતના 26 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સૂર્યકુમારે ટોસ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે પણ હાથ મિલાવવાનું ટાળ્યું હતું. ટીમ ઇન્ડિયા દ્વારા મેચ રમવા છતાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે વાતચીત ન કરવા અને હાથ ન મિલાવવાનો આ નિર્ણય દેશમાં પાકિસ્તાન વિરુદ્ધના પ્રબળ વિરોધને દર્શાવતો હતો.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચની અરજી ફગાવી, 2 લાખનો ફટકાર્યો દંડ, હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમની મહોર


