Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્મચારીએ બોસને લેટ આવવાનો મેસેજ મોકલ્યો તો બોસનો જવાબ વાંચવા જેવો..! જુઓ, રસપ્રદ ટ્વિટ

હાલ એક કર્મચારી અને તેના બોસ વચ્ચેની વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ચેટથી લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.  વાસ્તવમાં થયું એવું કે જ્યારે એક વ્યક્તિ કામ પર મોડો પહોંચ્યો તો તેણે તેના બોસને...
કર્મચારીએ બોસને લેટ આવવાનો મેસેજ મોકલ્યો તો બોસનો જવાબ વાંચવા જેવો    જુઓ  રસપ્રદ ટ્વિટ
Advertisement
હાલ એક કર્મચારી અને તેના બોસ વચ્ચેની વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ચેટથી લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.  વાસ્તવમાં થયું એવું કે જ્યારે એક વ્યક્તિ કામ પર મોડો પહોંચ્યો તો તેણે તેના બોસને મોડા આવવાનો મેસેજ કર્યો. પછી બોસે પૂછ્યું કેમ મોડું થયું તો ભાઈએ મજાક કરતી મીમ મોકલી. ત્યારે બોસ દ્વારા તે કર્મચારીને આપવામાં આવેલો જવાબ જીવનભર યાદ રહેશે. હાલમાં આ મામલો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બોસનો જવાબ સાંભળીને કર્મચારીએ કાન પકડ્યા
વાયરલ થઈ રહેલા આ વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટમાં આપણે જોઈ શકીએ છીએ કે બોસે કર્મચારીને પૂછ્યું, તમે હજુ સુધી લોગઈન કેમ નથી થયા, શું થયું? તેના પર કર્મચારીએ લેપટોપ ધોતી ગોપી બહુની મેમ મોકલતી વખતે સોરી સર લખ્યું હતું. આના જવાબમાં તે વ્યક્તિના બોસે લખ્યું- હું પણ આ જ રીતે તારા હાઇકના સપના પર પાણી ફેરવીશ
ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ
ઉજ્જવલ નામના યુવકે એ 22 મેના રોજ ટ્વિટર પર આ ચેટ શેર કરી અને લખ્યું - સોમવાર ખરાબ થઈ રહ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ટ્વિટને 50 હજારથી વધુ વ્યૂઝ અને 3000થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ ટ્વિટ પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.

×