IITian નો કમાલ, વિશ્વનું પ્રથમ ઈમોશનલ વોઇસ-ટુ-વોઇસ AI મોડેલ Luna વિકસાવ્યું
- દુનિયાનું પહેલું ઇમોશનલ વોઇસ-ટુ-વોઇસ AI મોડેલ ભારતીયે વિકસાવ્યું
- આ મોડેલ લુના ગાઇ શકે, માણસોની જેમ જ લાગણીસભર જવાબ આપી શકે છે
- પ્રચલિત મોડલ કરતા તેની લેટેન્સી 50 ટકા સુધી ઓછી છે
IITian Develop Luna : 25 વર્ષીય IITian એ AI ની દુનિયામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ IIT-BHU સ્નાતકે Luna બનાવી છે, જે વિશ્વનું પ્રથમ ઇમોશનલ વોઇસ-ટુ-વોઇસ AI મોડેલ છે. આ AI મોડેલ માણસોની જેમ ગાઈ શકે છે, બોલતી વખતે થોભી શકે છે, અને બબડાટ પણ કરી શકે છે. IIT-BHU માંથી સ્નાતક થયેલા ઇનોવેટર સ્પર્શ અગ્રવાલે જયપુર સ્થિત સ્ટાર્ટઅપ Pixa AI સાથે મળીને આ AI મોડેલ ડિઝાઇન કર્યું છે.
Where is India's AI?
Every WhatsApp group, every conference hallway, every founder call asks the same question
Today, we’re sharing the answer
Meet Luna, world’s first speech-to-speech foundational AI model to unify audio, music and speech. pic.twitter.com/3GAM6DgnAk
— Sparsh Agrawal (@sparsh_17) October 29, 2025
Luna શું છે ?
અહેવાલ મુજબ, આ AI મોડેલ સીધો જ ઓડિયો પ્રોસેસ કરે છે. વધુમાં, તે માણસોની જેમ લાગણીસભર વાતો પણ કરી શકે છે. આ AI મોડેલનો ઉપયોગ ભાવનાત્મક સંદેશાવ્યવહાર માટે થઈ શકે છે. તેમાં સ્વર મોડ્યુલેટ કરવાની, ગાવાની અને માનવ જેવા અભિવ્યક્તિઓ સાથે વાતચીત કરવાની ક્ષમતા છે.
લાગણીઓ શેર કરી શકો છો
આ AI મોડેલ ChatGPT અને Google Gemini જેવા પરંપરાગત AI મોડેલોથી અલગ છે કારણ કે, તે ફક્ત ટેક્સ્ટ-આધારિત નથી. તે વોઇસ આદેશોનો પ્રતિસાદ આપી શકે છે. સૌથી સારી વાત એ છે કે, તમે માણસોની જેમ જ આ AI મોડેલ સાથે તમારી લાગણીઓ શેર કરી શકો છો. આ AI મોડેલ પણ ગાઈ શકે છે.
GPU ઉધાર લેવા પડ્યા
સ્પર્શ અગ્રવાલે તેના X હેન્ડલ પરથી આ AI મોડેલનો વિડિઓ શેર કર્યો છે. Luna એઆઈ મોડેલની અનોખી વિશેષતા એ છે કે, આઈઆઈટી બીએચયુમાં અભ્યાસ કરનારા આ ઈનોવેટરને તેને બનાવવા માટે મોટા કોર્પોરેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે નોંધપાત્ર રોકાણની જરૂર ન્હોતી. આ એઆઈ મોડેલ વિકસાવવા માટે મોટી રિસર્ચ લેબની જરૂર ન્હોતી, જેના માટે US$100 મિલિયન રોકાણની જરૂર પણ નહીં પડે, આ માટે માત્ર થોડાક GPU ઉધાર લેવા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આઉટપુટ એકદમ કુદરતી લાગે
આ બધા છતાં, લુના એઆઈ મોડેલ ઓપનએઆઈના GPT-4 TTS અને Elevenlabsના મોડેલ જેવી અગ્રણી સિસ્ટમોને પાછળ રાખી શકે છે. તેમાં બંને મોડેલો કરતાં 50 ટકા સુધી ઓછી લેટન્સી છે, અને તેનું સ્પીચ આઉટપુટ ખૂબ જ કુદરતી લાગે છે.
આ પણ વાંચો ----- Vadodara : ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો ડામશે 'કવચ', લોકોની સુરક્ષા માટે ટેક્નોલોજીનો સહારો


