IIT બોમ્બે એ તુર્કીયે સાથેના તમામ સંબંધો સ્થગિત કર્યા
- પાકિસ્તાનને મદદ કરનાર દેશ તુર્કિયે ઘેરાયું
- એક પછી એક ભારતીયોના તીરસ્કારનો ભોગ બની રહ્યું છે તુર્કિયે
- ટુરિઝમ, એરપોર્ટ, બાદ એજ્યુકેશન ક્ષેત્રે મોટી ડફણી મારતું આઇઆઇટી બોમ્બે
IIT BOMBAY : આતંકવાદને પોષતા પાકિસ્તાન (PAKISTAN) ને તુર્કિયે (TURKEY) દ્વારા ડ્રોન સહિતની મદદ કરવામાં આવી હતી. જેનો ઉપયોગ તેણે ભારત (INDIA) વિરૂદ્ધ કર્યો હતો. જો કે, આ પ્રયાસ બિલકુલ નિષ્ફળ નિવડ્યો હતો. ત્યાર બાદ એક પછી એક તુર્કિયે માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. જેની શરૂઆત ટુરિસ્ટ પેકેજ ધડાધડ રદ કરવાથી શરૂ થઇ હતી. જેમાં આજે આઇઆઇટી બોમ્બે જોડાયું છે. આઇઆઇટી બોમ્બે દ્વારા તુર્કિયે જોડે સંબંધ તોડવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ તુર્કિયેની યુનિ. સાથે કરવામાં આવેલા કરારોને સ્થગિત કરવામાં આવ્યા છે. આગામી આદેશ સુધી કોઇ પણ પ્રકારનો વ્યવહાર કરવા પર રોક લગાડી દેવામાં આવી છે.
Due to the current geopolitical situation involving Turkey, IIT Bombay is processing suspension of its agreements with Turkish universities until further notice.
— IIT Bombay (@iitbombay) May 17, 2025
તે એક રીતે બેકફૂટ પર આવી ગયું
ભારતના દુશ્મન દેશ અને આતંકને પોષતા પાકિસ્તાનને મદદ કરવાનું ફળ તુર્કિયે ભોગવી રહ્યું છે. ભારતની આતંકવાદ વિરોધી કાર્યવાહી સામે જવાબ આપવા પાકિસ્તાને તુર્કિના ડ્રોનનો ભરપુર ઉપયોગ કર્યો હતો. જો કે, આ પ્રયાસમાં ભારતે ધૂળ ચટાવી દીધી હતી. ત્યાર બાદ ભારત સહિત દુનિયાભરમાં તુર્કિયેનો વિરોધ થઇ રહ્યો છે. અને તે એક રીતે બેકફૂટ પર આવી ગયું છે. આ વચ્ચે તુર્કિયે માટે વધુ એક મોટો ઝટકો સામે આવ્યો છે. દેશની પ્રતિષ્ઠિત આઇઆઇટી બોમ્બે દ્વારા તુર્કિયે સાથે સંબંધો તોડવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.
-IIT બોમ્બેની તુર્કીયે સાથે સંબંધો તોડવા જાહેરાત
-તુર્કીયેની યુનિવર્સિટીઓ સાથેના કરાર સ્થગિત કર્યા
-આગામી આદેશ સુધી કોઈ વ્યવહાર નહીં કરે IIT બોમ્બે
-વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિના કારણે નિર્ણય લીધો
-પાકિસ્તાનની મદદ કરનાર તુર્કીયેની કરાઈ ઘેરાબંધી
-તમામ આર્થિક મોરચે ઘેરવા દેશવાસીઓનો… pic.twitter.com/neGfsb6z8W— Gujarat First (@GujaratFirst) May 18, 2025
જીયો પોલીટીકલ પરિસ્થિતીઓને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો
આઇઆઇટી બોમ્બે દ્વારા તુર્કિયેની યુનિવર્સિટી જોડેના તમામ કરાર સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આગામી આદેશ સુધી આઇઆઇટી બોમ્બે કોઇ પણ પ્રકારનો વ્યવહાર નહીં કરે તેમ જાણવા મળી રહ્યું છે. હાલની જીયો પોલીટીકલ પરિસ્થિતીઓને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત દ્વારા પાકિસ્તાનને મદદ કરનાર તુર્કિયેની સઘન ઘેરાબંધી કરવામાં આવી રહી છે. અને તમામ મોરચે તેને ઘેરવા માટેના દેશવાસીઓના સંકલ્પનું પ્રતિબિંબ આમાં છલકાઇ રહ્યું છે.
આ પણ વાંચો --- India Diplomacy: સાંસદોના આ 7 પ્રતિનિધિમંડળ વિદેશમાં પાકિસ્તાનનો પર્દાફાશ કરશે


