IIT દિલ્હી અને ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીએ સંયુક્ત PhD કોર્ષ શરૂ કર્યો,ફોર્મ ભરાવવાના થયા શરૂ
- IIT દિલ્હી અને ઓસ્ટ્રેલિયાની UQ યુનિવર્સિટી સંયુકત PhDનો કોર્ષ શરૂ કર્યો
- બંને યુનિવર્સિટીએ PhD (ડોક્ટરલ) માટેના ફાર્મ ભરાવવાના થયા શરૂ
- વિધાર્થીઓને બંને દેશોમાં સંશોધન કરવાનો ખાસ મોકો મળશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ભણતરની આદાનપ્રદાન વધારવા માટે, IIT દિલ્હી અને ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી (UQ) એ સાથે મળીને PhD (ડોક્ટરલ) માટેનો ખાસ કોર્ષ શરૂ કર્યો છે. જેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ મહત્ત્વનો અભ્યાસક્રમ જુલાઈ 2026થી શરૂ થશે. આનાથી વિદ્યાર્થીઓને બંને દેશોના શ્રેષ્ઠ પ્રોફેસરો સાથે રિસર્ચ (સંશોધન) કરવાની અને દુનિયાભરનો અનુભવ મેળવવાનો સારો મોકો મળશે.
The University of Queensland (UQ), Australia, and #IITDelhi have announced the opening of Expressions of Interest (EoI) for their prestigious Joint Doctor of Philosophy (#PhD) Programme, commencing in July 2026.
Applications are invited from exceptional candidates across diverse… pic.twitter.com/Eh3LNreRP7
— IIT Delhi (@iitdelhi) October 27, 2025
IIT દિલ્હી અને ઓસ્ટ્રેલિયાની UQ યુનિવર્સિટી PHD નો સંયુક્ત કોર્ષ શરૂ કર્યો
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી (UQ) એ સાથે મળીને PhD (ડોક્ટરલ) માટેનો ખાસ અભ્યાસ શરૂ કર્યો છે, જેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ મહત્ત્વનો કોર્ષ જુલાઈ ૨૦૨૬થી શરૂ થશે. આનાથી વિદ્યાર્થીઓને બંને દેશોના શ્રેષ્ઠ પ્રોફેસરો સાથે રિસર્ચ (સંશોધન) કરવાની અને દુનિયાભરનો અનુભવ મેળવવાનો સારો મોકો મળશે.
IIT દિલ્હી: વિદ્યાર્થીઓને ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેમાં સંશોધન કરવાની તક મળશે
IIT દિલ્હી તરફથી મળેલી માહિતી અનુસાર, આ સંયુક્ત ડોક્ટરલ અભ્યાસ વિદ્યાર્થીઓને ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેમાં સંશોધન કરવાની તક પૂરી પાડશે. આ કોર્ષની સૌથી મોટી વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને બંને સંસ્થાઓના નિષ્ણાત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ કામ કરવાની મંજૂરી મળશે. અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, વિદ્યાર્થીઓને UQ અને IIT દિલ્હી બંને દ્વારા સંયુક્ત રીતે PhD ડિગ્રી એનાયત કરવામાં આવશે.
વિદ્યાર્થીઓની સુવિધા માટે અને કાર્યક્રમની વિગતો સમજાવવા માટે, બે ઓનલાઈન માહિતી સત્રો પણ યોજવામાં આવશે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ સત્રોમાં ભાગ લેવા માટે નોંધણી લિંક્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બંને સત્રોમાં, વિદ્યાર્થીઓને કાર્યક્રમની રચના, પાત્રતાના માપદંડો અને અરજી પ્રક્રિયા અંગેની તમામ માહિતી પૂરી પાડવામાં આવશે.આ સંયુક્ત PhD કાર્યક્રમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વધતા શૈક્ષણિક સહયોગનું પ્રતીક છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ-સ્તરીય સંશોધનને પ્રોત્સાહન આપવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને બંને દેશો વચ્ચેના મજબૂત શૈક્ષણિક સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે.
આ પણ વાંચો: SIR માટે ફોર્મ કેવી રીતે ભરવું? કયા દસ્તાવેજો જોઇશે? સ્ટેપ-બાય-સ્ટેપ આખી પ્રક્રિયા જાણો


