Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IMFના નિર્ણયથી ઓમર અબ્દુલ્લા આશ્ચર્યચકિત, પૂછ્યું 'તણાવ કેવી રીતે ઓછો થશે..!'

IMF LOAN TO PAKISTAN : જમ્મુ કાશ્મીના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પર બે અલગ અલગ મામલે પોસ્ટ કરી છે.
imfના નિર્ણયથી ઓમર અબ્દુલ્લા આશ્ચર્યચકિત  પૂછ્યું  તણાવ કેવી રીતે ઓછો થશે
Advertisement
  • ભારતના વિરોધ છતાં આઇએમએફ દ્વારા પાકિસ્તાનને લોન અપાઇ
  • જેને પહલે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી લાલઘૂમ થયા
  • સોશિયલ મીડિયા પર તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો

IMF LOAN TO PAKISTAN : જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી (J&K CM) ઓમર અબ્દુલ્લા (OMAR ABDULLAH) એ IMF દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી લોન અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર - X પર એક પોસ્ટ દ્વારા પોતાનું દુઃખ અને રોષ વ્યક્ત કર્યો છે. ઓમર અબ્દુલ્લાએ લખ્યું કે, "મને સમજાતું નથી કે આંતરરાષ્ટ્રીય સમુદાય બે દેશ વચ્ચે વધતા તણાવને ઘટાડવાનું વિચારી શકે છે..!" IMF પાકિસ્તાનને શસ્ત્રો માટે ચૂકવણી કરી રહ્યું છે, જેનો ઉપયોગ ભારતના પૂંછ, રાજૌરી, ઉરી, તંગધાર અને અન્ય ઘણી જગ્યાઓનો તે વિનાશ વેરવા માટે કરી રહ્યું છે.

રાજ કુમાર થાપા શહીદ થયા

જમ્મુ કાશ્મીના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પર બે પોસ્ટ પોસ્ટ કરી છે. પહેલા ભાગમાં, પાકિસ્તાની ગોળીબારમાં જમ્મુ-કાશ્મીરના સરકારી અધિકારીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને બીજામાં, આંતરરાષ્ટ્રીય સમુદાયના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આજે સવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબાર અને બોમ્બ દાગવા દરમિયાન રાજ કુમાર થાપા શહીદ થયા હતા. તેઓ જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવામાં અધિક જિલ્લા વિકાસ કમિશનર તરીકે પોસ્ટેડ હતા.

Advertisement

ઓનલાઈન બેઠકમાં હાજર રહ્યા હતા

શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ટ્વિટર પર લખ્યું- "રાજૌરીથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. અમે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક અધિકારીને ગુમાવ્યા છે." ગઈકાલે જ, તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા અને મારી અધ્યક્ષતામાં યોજાયેલી ઓનલાઈન બેઠકમાં પણ હાજર રહ્યા હતા. આજે પાકિસ્તાને તેમના નિવાસસ્થાન પર ગોળીબાર કર્યો છે, જેમાં રાજ કુમાર થાપા શહીદ થયા હતા.

Advertisement

જમીની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો

અત્રે નોંધનીય છે કે, શુક્રવારે ઓમર અબ્દુલ્લા પણ જમ્મુ પહોંચ્યા હતા. જ્યાં તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જમીની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રીએ જમ્મુ અને સાંબા જિલ્લાઓમાં મિશ્રીવાલા, નાગબની, બિશ્નાહ અને થાંડી ખુઈ ખાતે સ્થાપિત શિબિરો અને રહેઠાણ કેન્દ્રોની પણ મુલાકાત લીધી.

12 મેના રોજ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે

છેલ્લા ત્રણ દિવસથી, પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં ડ્રોન હુમલા કરી રહ્યું હતું, જેમાંથી મોટાભાગના પ્રયાસો ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવી દેવાયા છે. મળતી માહિતી મુજબ, શનિવારે સવારે શ્રીનગરમાં બે મોટા વિસ્ફોટ થયા હતા, જ્યારે જમ્મુના અખનૂર શહેરમાં ત્રણ મોટા વિસ્ફોટો સંભળાયા હતા. પૂંચમાં પણ આવા જ વિસ્ફોટો સંભળાયા હતા. આજે પૂંછમાં બજારો બંધ છે અને જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. શુક્રવારે સાંજે જમ્મુ શહેરમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીરમાં બધી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે 12 મેના રોજ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો ---India Pakistan War Situation : કચ્છમાં પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય સેનાએ ભુજ નજીક 3 ડ્રોનને કર્યા નષ્ટ

Tags :
Advertisement

.

×