Imran Khan Alive Adiala Jail: ઇમરાન ખાન જેલમાં જીવિત! મહિનાઓ બાદ બહેને રાવલપિંડી જેલમાં લીધી મુલાકાત
- પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મોતની અફવાઓ પર ખંડન (Imran Khan Alive Adiala Jail)
- અદિયાલા જેલમાં ઇમરાન ખાન જીવિત હોવાની બહેન ડૉ. ઉઝમાએ કરી
- બહેન ડૉ. ઉઝમા ખાને ઇમરાન ખાનની જેલમાં કરી મુલાકાત
પાકિસ્તાનમાં વર્ષોથી ચાલી રહેલી ચર્ચા અને અટકળો બાદ, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની બહેન ડૉ. ઉઝમા ખાન (Dr Uzma Khan) આખરે તેમને મળી. આ મુલાકાત રાવલપિંડીની અદિયાલા જેલમાં થઈ હતી, જ્યાં ઇમરાન ખાન ઓગસ્ટ 2023 થી અનેક આરોપોમાં કેદ છે. છેલ્લા એક મહિનાથી, પરિવારના કોઈપણ સભ્યને ઇમરાન ખાનને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે અટકળો ચાલી રહી હતી. ઘણા લોકોએ તો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે શું તેઓ જીવિત છે.
Imran Khan Alive Adiala Jail : બહેન ડૉ. ઉઝમાએ જેલમાં લીધી હતી મુલાકાત
નોંધનીય છે કે મંગળવારે ઇમરાન ખાનના સમર્થકોએ પાકિસ્તાનના રસ્તાઓ પર હંગામો મચાવ્યા બાદ, ભૂતપૂર્વ વડા પ્રધાનની એક બહેન ડૉ. ઉઝમા ને આખરે તેમને મળવાની મંજૂરી આપવામાં આવી. આ મુલાકાતથી પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અને જેલની સ્થિતિ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. રાવલપિંડીથી ઇસ્લામાબાદ સુધી ભારે હોબાળો જોવા મળ્યો હતો અને ઇમરાન ખાનના સમર્થકોએ "સ્વતંત્રતા" ના નારા લગાવ્યા હતા.
Imran Khan Alive Adiala Jail : ઇમરાન ખાનના સ્વાસ્થય અંગે આપ્યો અપડેટ
મુલાકાત બાદ, ડૉ. ઉઝમાએ મીડિયાને જણાવ્યું કે ઇમરાન ખાન સ્વસ્થ છે અને તેમની તબિયત સારી છે. જોકે, તેમને એકાંત કેદ (Solitary Confinement) માં રાખવામાં આવ્યા છે અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ડૉ. ઉઝમાએ કહ્યું કે ઇમરાન ખાન ગુસ્સે છે અને તેમણે કહ્યું છે કે જે કંઈ થઈ રહ્યું છે તેના માટે આસીમ મુનીર (પાકિસ્તાનના આર્મી ચીફ) જવાબદાર છે.
Imran Khan Alive Adiala Jail : પાકિસ્તાનમાં સુરક્ષામાં કરાયો છે વધારો
આ બેઠક દરમિયાન, પાકિસ્તાનની પંજાબ સરકારે રાવલપિંડી અને ઇસ્લામાબાદમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. આઠ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટેશન હાઉસ ઓફિસર્સ અને વરિષ્ઠ અધિકારીઓ જેલની બહાર તૈનાત હતા. રાવલપિંડી પોલીસ દળ આદિયાલા રોડ પર તૈનાત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આઠ કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણપણે સીલ કરવામાં આવ્યો હતો, શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી હતી, અને રહેવાસીઓને ફક્ત ઓળખપત્ર બતાવીને જ વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.
છેલ્લા ઘણા દિવસોથી, ઇમરાન ખાનના કોઈ ફોટા સામે આવ્યા નથી, કે તેમને મળ્યા પછી કોઈએ તેમની સુખાકારીની ખાતરી આપી નથી. ભૂતપૂર્વ વડા પ્રધાન સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે, એવા અહેવાલો પણ જોર પકડી રહ્યા છે કે ખૈબર પખ્તુનખ્વામાં ઇમરાન ખાનની પાર્ટીની સરકારને બરતરફ કરી શકાય છે અને રાજ્યપાલ શાસન લાદી શકાય છે. ખરેખર, ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન સોહેલ આફ્રિદી ઇમરાનની મુક્તિની માંગણી કરતા વિરોધ પ્રદર્શનોને જોરશોરથી સમર્થન આપી રહ્યા છે, જેના કારણે આ રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો: Expired Relief Goods: પાકિસ્તાને શ્રીલંકાને સહાયના નામે એક્સપાયરી ડેટની સામગ્રી મોકલી! વિશ્વમાં થઇ ફજેતી


