Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra: ભાજપનો જવાબ સાંભળીને શિંદે અવાચક થઈ ગયા

અંગ્રેજી અખબારના દાવાથી રાજકારણમાં ખળભળાટ એકનાથ શિંદેએ ભાજપ પાસે તેમને છ મહિના માટે મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી પરંતુ ભાજપે એકનાથ શિંદેની માંગ ફગાવી દીધી હતી ભાજપે કહ્યું કે આ એક ખોટું ઉદાહરણ સ્થાપિત કરશે ભાજપનો જવાબ સાંભળીને શિંદે...
maharashtra  ભાજપનો જવાબ સાંભળીને શિંદે અવાચક થઈ ગયા
Advertisement
  • અંગ્રેજી અખબારના દાવાથી રાજકારણમાં ખળભળાટ
  • એકનાથ શિંદેએ ભાજપ પાસે તેમને છ મહિના માટે મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી
  • પરંતુ ભાજપે એકનાથ શિંદેની માંગ ફગાવી દીધી હતી
  • ભાજપે કહ્યું કે આ એક ખોટું ઉદાહરણ સ્થાપિત કરશે
  • ભાજપનો જવાબ સાંભળીને શિંદે અવાચક થઈ ગયા

Maharashtra New CM : મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ થયા છે. નવા મુખ્યમંત્રી (Maharashtra New CM)5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે. કોણ બનશે મુખ્યમંત્રી? આ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. પરંતુ સ્પષ્ટ છે કે સીએમ ભાજપના જ હશે.

આજે મહારાષ્ટ્રમાં બીજેપી વિધાયક દળની બેઠક

બુધવારે એટલે કે આજે મહારાષ્ટ્રમાં બીજેપી વિધાયક દળની બેઠક છે. તમામ ધારાસભ્યો કેન્દ્રીય નિરીક્ષકોની સામે તેમના નેતાની પસંદગી કરશે. આ નેતા મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હવે એક નવી માહિતી સામે આવી રહી છે કે શિવસેના નેતા એકનાથ શિંદેએ ભાજપ પાસે તેમને છ મહિના માટે મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી. પરંતુ ભાજપે તેમની માંગ ફગાવી દીધી હતી.

Advertisement

એકનાથ શિંદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ નેતૃત્વને મળ્યા હતા

28 નવેમ્બરના રોજ એકનાથ શિંદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ નેતૃત્વને મળ્યા હતા. આ બેઠકમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવાર, NCP નેતા પ્રફુલ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે પણ હાજર હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ભાજપના એક વરિષ્ઠ નેતાને ટાંકીને જણાવ્યું હતું કે એકનાથ શિંદેએ બીજેપી નેતૃત્વને તેમને છ મહિના માટે સીએમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે જો સમગ્ર કાર્યકાળ માટે મુખ્યમંત્રી પદ આપવું શક્ય ન હોય તો આ પદ શરૂઆતના છ મહિના માટે આપવામાં આવે.

Advertisement

ભાજપે કહ્યું- ખોટો દાખલો બેસશે

બીજેપી નેતૃત્વએ વાતચીત દરમિયાન જ શિંદેના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ભાજપે કહ્યું કે આ એક ખોટું ઉદાહરણ સ્થાપિત કરશે. આ ખોટો નિર્ણય હશે અને વહીવટીતંત્ર પર પણ તેની વિપરીત અસર પડશે. ભાજપ નેતૃત્વએ કહ્યું કે છ મહિના માટે મુખ્યમંત્રીની નિમણૂક કરવાની કોઈ વ્યવસ્થા નથી.

આ પણ વાંચો----Maharashtra CMનું સસ્પેન્સ ખતમ, અજિત-એકનાથની મંત્રાલયો પર નજર

ભાજપનો જવાબ સાંભળીને શિંદે અવાચક થઈ ગયા

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, શિંદેએ તેમને વિધાનસભા ચૂંટણી પહેલા આપેલા કથિત વચનની યાદ અપાવી. જેમાં કહેવામાં આવ્યું હતું કે બહુમતી મળશે તો મુખ્યમંત્રી તમે જ રહેશો. પરંતુ ભાજપે કહ્યું કે પાર્ટીએ લગભગ બહુમતી મેળવી લીધી છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી પદ આપવું ખોટું છે. બીજેપી નેતાએ અંગ્રેજી અખબારને જણાવ્યું કે એકનાથ શિંદેને બીજેપી અધ્યક્ષના સ્થાને પોતાને મૂકવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી બીજેપી નેતૃત્વએ કહ્યું કે જો તમને સ્પષ્ટ બહુમતી મળી હોત તો શું તમે સીએમ પદ છોડી દીધું હોત? ભાજપનો આ જવાબ સાંભળીને એકનાથ શિંદે એકદમ અવાચક થઈ ગયા.

બેઠક બાદ શિંદે ગામમાં જતા રહ્યા

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં બીજેપી નેતૃત્વને મળ્યાના બીજા જ દિવસે એકનાથ શિંદે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સ્થિત તેમના વતન ગામ ગયા હતા. ત્યારે શિવસેનાના નેતાઓએ તેમની ખરાબ તબિયતને ટાંકી હતી. ત્યાંથી પાછા ફર્યા બાદ તેઓ થાણે પહોંચ્યા. થાણેની હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ શિંદે મંગળવારે મુંબઈમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેઓ લગભગ અડધા કલાક સુધી બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મળ્યા હતા.

આ પણ વાંચો---Maharashtra : અજિત દિલ્હી રવાના, એકનાથે મિટીંગો રદ કરી, રુપાણીને સોંપાઇ જવાબદારી

Tags :
Advertisement

.

×