Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amethi : વરરાજા જાન લઇને સમયયર ના પહોંચતા તેને બંધક બનાવાયો

વરરાજાને બંધક બનાવવાનો અનોખો કિસ્સો યુવક સમયસર જાન લઇને ના પહોંચતા બંધક બનાવી દીધો યુવતીના પરિવારે વરરાજાને બંધક બનાવી ખર્ચો માંગ્યો Amethi : વરરાજાને બંધક બનાવવાનો અનોખો કિસ્સો અમેઠી (Amethi) થી સામે આવ્યો છે. જ્યાં વરરાજા 2જી ડિસેમ્બરની સાંજે...
amethi   વરરાજા જાન લઇને સમયયર ના પહોંચતા તેને બંધક બનાવાયો
Advertisement
  • વરરાજાને બંધક બનાવવાનો અનોખો કિસ્સો
  • યુવક સમયસર જાન લઇને ના પહોંચતા બંધક બનાવી દીધો
  • યુવતીના પરિવારે વરરાજાને બંધક બનાવી ખર્ચો માંગ્યો

Amethi : વરરાજાને બંધક બનાવવાનો અનોખો કિસ્સો અમેઠી (Amethi) થી સામે આવ્યો છે. જ્યાં વરરાજા 2જી ડિસેમ્બરની સાંજે લગ્નની જાન લેવા લઇ જવાનો હતો. મળતી માહિતી મુજબ, કેટલાક કારણોસર વરરાજાનો પરિવાર સમયસર લગ્નની જાન લઇને પહોંચી શક્યો ન હતો જેના કારણે નવવધૂના પક્ષે વરરાજાને બંધક બનાવી લીધો હતો. છોકરીના પક્ષે કહ્યું કે વર પક્ષ લગ્નમાં થયેલા તમામ ખર્ચની ચૂકવણી કરશે તો જ તેને મુક્ત કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?

આ મામલો શુકુલ બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખોડવનના પૂર્વા ગામનો છે. સોહનલાલ નામના યુવકને લગ્નની જાન લઇને 2 ડિસેમ્બરે છોકરીના ઘેર પહોંચવાનું હતું, પરંતુ કોઈ કારણોસર તે સમયસર પહોંચી શક્યો ન હતો. આનાથી નારાજ થઈને યુવતીના પક્ષે છોકરાને પોલીસ મારફતે બોલાવ્યો હતો. ત્યારબાદ છોકરો તૈયાર થઈને રાત્રે 2:30 વાગે છોકરીના ઘરે પહોંચ્યો.

Advertisement

આ પણ વાંચો----Shocking : દેહરાદૂનનો રાજુ અને ગાઝિયાબાદનો મોનુ એક જ નીકળ્યો

Advertisement

લગ્ન કરાવવાના બદલે વરરાજાને બંધક બનાવ્યો

જો કે ત્યાર પછી યુવતીના પરિવારે તેના લગ્ન ન કરાવ્યા પરંતુ છોકરાને બંધક બનાવી લીધો. છોકરીનો પક્ષ કહે છે કે જે પણ ખર્ચ થયો છે તે તેમને આપી દો, તો જ તેઓ છોકરાને જવા દેશે. સોહન લાલના લગ્ન અયોધ્યાના પૂર્વા નામની યુવતી સાથે નક્કી થયા હતા.

વરરાજા શું કહે છે?

કહેવામાં આવી રહ્યું છે કે વરરાજા ત્રણ દિવસથી ઘરેથી ગાયબ હતો અને તેનો ફોન પણ બંધ હતો. છોકરાનું કહેવું છે કે તે લખનઉમાં હતો અને તેનો ફોન બગડી ગયો હતો. આ સિવાય દહેજનો મુદ્દો પણ સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં મોટરસાઇકલ ન મળવાથી વરરાજા ગુસ્સે થયા હતા. જેના કારણે તેણે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. ફોન બાબતે વરરાજાનું કહેવું છે કે તેનો ફોન ખરાબ થઈ ગયો હતો, તેણે ફોન ખોલતા જ તેને પોલીસનો ફોન આવ્યો અને તે અહીં ફસાઈ ગયો.

આ પણ વાંચો----લ્યો બોલો, ગર્લફ્રેન્ડે રૂ. 5,900 કરોડ કચરામાં નાંખી દીધા! પછી બોયફ્રેન્ડે કર્યું આવું કે..!

Tags :
Advertisement

.

×